બોલીવુડના સૌથી દિગ્ગજ અભિનેતા સલમાન ખાન તેની ફિલ્મો અને તેની લાઈફ સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સલામન ખાનની ફિલ્મોના લોકો દીવાના હોય છે અને તેના કારણે જ આજે બોલીવુડમાં તેનું ખુબ જ મોટું નામ છે.

સલમાન કોઈને મદદ કરવામાં પણ હંમેશા અગ્રેસર રહે છે. તો તેની સાથે કામ કરતા લોકોને પણ તે પોતાના પરિવારની જેમ જ માને છે. હાલમાં જ સલમાન ખાનના બોડીગાર્ડનો જન્મ દિવસ હતો. તેના બોડીગાર્ડનાં જન્મ દિવસે પણ સલમાને ખાસ આયોજન કર્યું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ જન્મ દિવસ સલમાન ખાનના એક બોડીગાર્ડ જેનું નામ જગ્ગી છે તેનો હતો. જગ્ગી નો કેક કાપતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જગ્ગી કેક કાપીને સલમાન ખાનને ખવડાવવા માટે આગળ વધે છે. સલમાને કેક ખાવા માટે મોઢું તો ખોલ્યું પરંતુ પછી સલમાને કેક ખાવાની ના પાડી દીધી અને બહુ જ સરસ છે એમ કહે છે. તે જોઈને આસપાસ ઉભેલા લોકો હસવા લાગે છે ત્યારબાદ જગ્ગી પોતાની પાસે ઉભેલા સાથીઓને કેક ખવડાવે છે.
View this post on Instagram
સલમાન ખાન જયારે કોઈપણ પ્રાઇવેટ ફંક્શનમાં જાય છે ત્યારે તે ત્યાંની સિક્યોરિટી કરતા પોતાના બોડીગાર્ડ ઉપર વધારે વિશ્વાસ રાખે છે. એજ કારણ છે કે સલમાનનો ખાસ બોડીગાર્ડ શેરા સલમાનને ભગવાન માને છે અને તે તો એમ પણ કહે છે કે “જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી હું ભાઈની સાથે રહીશ.”