મનોરંજન

સલમાન ખાન માટે કટપ્પા છે તેનો બોડી ગાર્ડ શેરા, પગાર જાણીને મોઢામાં આંગળા નાખી દેશો

22 વર્ષથી સલમાન ખાનની રક્ષા કરી રહ્યો છે આ વ્યક્તિ, બદલામાં લે છે આટલી મોટી રકમ

બોલીવુડનો સૌથી શ્રેષ્ઠ અભિનતા સલમાન ખાન કરોડો લોકોની પસંદ છે અને ચાહકો માટે તે ભાઈજાન છે, માત્ર ફિલ્મોમાં જ નહિ પરંતુ અસલ જીવનમાં પણ તે ઘણા એવા કામ કરે છે જેના કારણે તે ચાહકોના દિલ જીતતો આવ્યો છે. સલામાન ખાન તેની સુરક્ષાને લઈને ખુબ જ સજાગ છે, આપણે સૌ જાણીએ છીએ કે સલમાન પાસે એક ખાસ બોડીગાર્ડ છે જેનું નામ શેરા છે. શેરા હંમેશા સલમાન સાથે જ જોવા મળે છે, શેરા સલમાન ખાન માટે કટપ્પા સમાન છે, તે હંમેશા દરેક પરિસ્થિતિમાં પોતાના જીવન જોખમે પણ સલમાનની રક્ષા કરે છે.

Image Source

શેરા માટે પણ સલમાન ખાન ભગવાન સમાન છે, શેરા સલમાન સાથે એક બે કે પાંચ વર્ષથી નહિ પરંતુ છેલ્લા 22થી પણ વધારે વર્ષથી જોડાયેલો છે અને સલમાન પણ હવે શેરાને તેના પરિવારનો જ એક ભાગ માને છે.

Image Source

થોડા સમય પહેલા જ એવી ખબર આવી હતી કે જયારે જસ્ટિન બાર્બર ભારત આવશે ત્યારે શેરા જ તેમનો પર્સનલ બોડીગાર્ડ બનશે, 10 મેના રોજ જસ્ટિનનો મુંબઈની અંદર એક કોન્સર્ટ હતો. ખબર એવી પણ હતી કે સલામને જ જસ્ટિનના બોડીગાર્ડ માટે શેરાની સલાહ આપી હતી. શેરા જયારે સલમાનનો બોડીગાર્ડ નહોતો ત્યારે તે ભારત આવનાર સેલેબ્રિટીઝને ગાર્ડ કરતો હતો. શેરાને ફરીવાર આ કામ કરવાનો અવસર મળવાનો હતો.

Image Source

સલમાનને જ્યાં પણ જવાનું હોય એ જગ્યાની મુલાકાત પણ શેરા એક દિવસ પહેલા જ લઇ લે છે, અને એ જગ્યાને બરાબર ચકાસી લે છે. રસ્તાને ચોખ્ખો કરવા માટે શેરાને 4-5 કિલોમીટર સુધી ચાલવું પડે છે. એકવાર તો શેરાને ગાડીમાંથી ઉતરીને 8 કિલોમીટર ચાલવું પડ્યું હતું.

Image Source

શેરાના એક મિત્રના કહેવા ઉપર શેરાએ ફિલ્મી સિતારાઓ અનેબિઝનેસમેનની રક્ષા કરવાનું કામ શરૂ કર્યું, ધીમે ધીમે તેને પોતાનું એક ફાર્મ ઉભું કર્યું જેનું નામ તેને પોતાના દીકરાના નામ ઉપર જ “ટાઇગર સિક્યુરિટી” રાખ્યું હતું.

Image Source

શરૂઆતમાં શેર કેટલાક અભિનેતાઓની સાથે હોલીવુડ ફિલ્મોના ભારતમાં શૂટિંગ દરમિયાન તે કલાકારોનો બોડીગાર્ડ બન્યો, 1995નું વર્ષ શેર માટે ખુબ જ ફાયદાકારક બન્યું, જયારે સોહેલ ખાને સલમાનના વિદેશ પ્રવાસ દરમિયાન શેરાની કંપની પાસે સર્વિસ માંગી, ત્યાર બાદ સોહેલે શેરાને પૂછ્યું હતું કે તે હંમેશા ભાઈની સાથે રહેશે?

Image Source

ત્યારબાદ શેરાની સર્વિસથી ખુશ થઇ અને સલામને શેરાને હંમેશ માટે પોતાનો બોડીગાર્ડ બનાવી લીધો. ત્યારથી જ તે સલમાન માટે એક પરિવાર સમાન છે. શેરા સલમાનને ભગવાન સમાન માને છે, તે કહે છે હું સલામનને એક મિત્રની જેમ સાચવું છું અને તેમને હંમેશા ભાઈ કહ્યું છું, ક્યારેક માલિક પણ કહું છું.

Image Source

શેરા કહે છે કે માલિક જ મારા ભગવાન છે, અને હું તેમના માટે કંઈપણ કરી શકું છું, હું મારો જીવ પણ તેમના માટે દાવ ઉપર લગાવી શકું છું. શેરાનો એક દીકરો પણ છે જેનું નામ ટાઇગર છે અને ખબર એવી પણ છે કે સલમાન તેને થોડા સમયમાં ફિલ્મોમાં પણ ઉતારી શકે છે.

Image Source

વાત શેરાના પગારની કરીએ તો સલમાનની રક્ષા કરવા માટે શેરાને દર મહિને 15 લાખ રૂપિયા જેટલો પગાર મળે છે. સલમાનની ફિલ્મ બોડીગાર્ડ પણ શેરાના જીવનથી જ પ્રેરિત છે.