મનોરંજન

Bigg Boss માં કન્ટેસ્ટન્ટે સલમાનની સામે લીધું ઐશ્વર્યાનું નામ અને પછી જે થયું એ…

બિગબોસ સીઝન 13 ના પહેલા વિકેન્ડવારમાં ઘણી ધમાલ-મસ્તી જોવા મળી, સલમાને ઘરમાં રહેતા દરેક સદશ્યો સાથે વાતો કરીએ અને સાથે ક્લાસ પણ લીઘી. બિગબોસના પહેલા જ દિવસે શોના સેટ પાર કેટરીનાનો ઉલ્લેખ થયો હતો અને અઠવાડિયું પૂરું થતા થતા વિકેન્ડના વારમાં ઐશ્વર્યનો પણ ઉલ્લેખ થઇ આવ્યો.ઘરની એક જોડીને ‘હમ દિલ દે ચુકે સનમની’ સલમાન અને ઐશ્વર્યની જોડી સાથે સરખાવવામાં આવી હતી.


દરેક સીઝનની જેમ આ સીઝન 13માં પણ સલમાને કન્ટેસ્ટન સાથે ગેમ રમી અને તેમાં જ તેમને ઘરાવાળોને પૂછ્યું કે એમને કઈ જોડી સૌથી વધુ સ્ટ્રોંગ લાગે છે? ત્યારે બીજા કન્ટેસ્ટન્ટ જણાવ્યું કે તેમને શહનાઝ અને પારસની જોડી વધુ સ્ટ્રોંગ લાગે છે.અને સાથે જ જયારે ઘરના બાકી લોકોને પૂછવામાં આવ્યું કે તમને શું લાગે છે કે બંને વચ્ચેના બ્રેકઅપનું કારણ કોણ બની શકે છે? ત્યારે સિધ્ધાર્થ ડે નું નામ લેવામાં આવ્યું હતું.
આ વાત પર સિધ્ધાર્થ ડે ને સલમાને પૂછ્યુ હતું કે ‘શા માટે એ બંને વચ્ચેની આવે?’ વળતાં જવાબમાં સિધ્ધાર્થે કહ્યુકે ‘ હમ દિલ દે ચુકે સનમમાં કેવી રીતે પૂરી ફિલ્મમાં અજય દેવગણ શાંત રહે છે અને ફિલ્મના અંતે ઐશ્વર્યાને લઇ જાય છે.’ એક્સ ગર્લફ્રેન્ડનું નામ અચાનક સાંભળી અને સલમાન થોડો અનકમ્ફર્ટેબલ થઇ ગયો હતો.


સિદ્ધાર્થ ડે મુજબ બિગબોસના ઘરમાં એ પોતે અજય દેવગણ છે સાથે પારસ અને શહનાઝની જોડી હમ દિલ દે ચુકે સનમની સલમાન અને ઐશ્વર્યની જોડી છે. એટલે કે શહનાઝ પંજાબની કેટરીના નહીં પરંતુ ઐશ્વર્યા છે.ત્યારબાદ સલમાને શહનાઝને તેની ફિલ્મના એક સોન્ગ પર ડાન્સ પણ કરાવ્યો હતો. બદલામાં શહનાઝએ કહ્યું હતું કે તેને ટ્રોફી નહિ પરંતુ તેની સાથે કોઈ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા છે.

પહેલા અઠવાડીયે કોઈ એલિમિનેટ ન થયું. સલમાન મુજબ દરેકને પૂરતો ચાન્સ મળવો જોઈએ.સલમાને શેફાલી બગ્ગાના વખાણ કર્યા અને સાથે જ રશ્મિ દેસાઈ અને દેબોલીનાની ક્લાસ પણ લીધી હતી.ચાર અઠવાડિયા બાદ સીઝનનું પહેલું ફિનાલે હશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.