મનોરંજન

સુપરસ્ટાર સલમાન ખાને નવો ધંધો ચાલુ કર્યો, જાણીને નવાઈ લાગશે

બોલીવુડમાં એવા પણ કલાકારો છે કે જેઓ વધતી ઉંમરની સાથે સાથે સુંદરતા અને ફિટનેસની બાબતમાં પણ વધી રહ્યા છે. એવાજ એક ફિટ, સ્વસ્થ અને હેન્ડસમ અભિનેતા સલમાન ખાન  છે. સલમાન ખાન 54 વર્ષની ઉંમરે પણ ફિટનેસની બાબતમાં આજના યુવાન અભિનેતાઓને ટક્કર આપે છે.

Image Source

સલમાન ખાન મોટાભાગે જીમમાં વ્યાયામ કરતી તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતા રહે છે. ફિટનેસને પ્રેરિત કરવા માટે સલમાન ખાન હવે પોતાની જિમ ખોલવા જઈ રહ્યા છે. તેની પહેલા સલમાન બોડીકેર પ્રોડક્ટ, બિંગ હ્યુમન આઉટફિટ પણ લોન્ચ કર્યા હતા.

Image Source

સલમાન ખાને દિલ્લીમાં પોતાનું પહેલું જિમ ખોલ્યું છે. સલમાન ખાને સોશિયલ મીડિયા દ્વારા નવા જીમ વિશેની જાણકારી આપી છે. જીમના પ્રમોશન વીડિયોમાં  સલમાન ખાન જીમમાં વ્યાયામ કરતા દેખાઈ રહ્યા છે. સલમાનના જિમનું નામ બિંગ સ્ટ્રોંગ છે.

Image Source

સલમાન ખાને વિડીયો શેર કરીને લખ્યું કે,”આપણા સ્વાથ્યને વધારે તંદુસ્ત બનાવવા માટે દરેકને પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે સ્વસ્થ શરીર, સ્વસ્થ મગજ અને સ્વસ્થ લાઇફસ્ટાઇલ આપે છે”.

Image Source

સલમાન ખાનના આ જિમનું ઉદ્દઘાટન 18 સપ્ટેબર એટલે કે ગઈકાલના રોજ થયું હતું. લોકડાઉન દરમિયાન શરૂ કરવામાં આવેલો આ સલમાનનો ત્રીજો બિઝનેસન છે. સલમાન ખાન પોતાના નવા જિમને લીધે ખુબ જ ઉત્સાહિત છે.

Image Source

ફિલ્મોની વાત કરીએ સલમાન ખાનની આગળની ફિલ્મ ‘રાધે: ધ મોસ્ટ વોન્ટેડ ભાઈ’ હશે. લોકડાઉનને લીધે ફિલ્મની શૂટિંગ સ્થગિત કરવામાં આવી હતી પણ હવે ફરીથી ફિલ્મની શૂટિંગ શરૂ કરવામાં આવી ચુકી છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.