અનંત-રાધિકાની સગાઇમાં બોલિવુડના ભાઇજાને ભાણી સાથે મારી ધાંસૂ એન્ટ્રી, બોલીવુડના સિતારાઓ આવ્યા જમીન પર…

દેશના સૌથી ધનિક પરિવારોમાંના એક અંબાણી પરિવારમાં આ દિવસોમાં ઉજવણીનો માહોલ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઇ કરી લીધી છે અને હવે જલ્દી જ તે લગ્નના બંધનમાં બંધાવાના છે. 19 જાન્યુઆરી ગુરુવારના રોજ અનંત અને રાધિકાએ એન્ટિલિયા ખાતે એક ભવ્ય સગાઈ સમારોહમાં સત્તાવાર રીતે સગાઈ કરી હતી.

કપલની સગાઈ સેરેમની પછી અંબાણી પરિવારે એક ભવ્ય રિસેપ્શનનું પણ આયોજન કર્યું હતું, જેમાં તમામ બોલિવૂડ સ્ટાર્સ સહિત સ્પોર્ટ્સ જગતની હસ્તિએ પણ હાજરી આપી હતી. સલમાન ખાન પણ પોતાની ભાણી સાથે અનંત-રાધિકાની એન્ગેજમેન્ટમાં આવ્યો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ સેરેમનીમાં સલમાન ખાન તેની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રીની દીકરી અલીજેહ ખાન અગ્નિહોત્રી સાથે પહોંચ્યો હતો.

આ દરમિયાન સલમાન ખાન નેવી બ્લુ સિલ્ક કુર્તામાં હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. સલમાન ખાનની ભાણી અલીજેહ ખાન અગ્નિહોત્રી પણ અનંત-રાધિકાની સગાઈના ફંક્શનમાં પહોંચી હતી. અલીજેહ સફેદ મિરર વર્કના લહેંગામાં ડ્રોપ ડેડ ખૂબસૂરત લાગી રહી હતી. સલમાનની નાની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી અને તેના પતિ અતુલ અગ્નિહોત્રીની પુત્રી અલીજેહે તેના લુકને મેચિંગ હીલ્સ અને સિલ્વર હેન્ડ બેગ સાથે કંપલીટ કર્યો હતો.

આ દરમિયાન સલમાન ખાને તેની ભાણી સાથે ઘણા પોઝ આપ્યા હતા. બંનેને જોઈને એવું લાગતું હતું કે મામા અને ભાણી એકબીજા સાથે સારું બોન્ડિંગ શેર કરે છે. અહેવાલો અનુસાર સલમાન ખાનની ભાણી ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અલીજેહે તેની પહેલી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને આ ફિલ્મ વર્ષ 2023માં મોટા પડદા પર રિલીઝ થશે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સૌમેન્દ્ર પાધી અલીજેહની ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. હાલમાં, સલમાન ખાનની ભાણીની પ્રથમ ફિલ્મનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જણાવી દઇએ કે, આ પાર્ટીમાં કેટરિના કૈફ પણ પહોંચી હતી, જેની પ્રેગ્નેંસીના સમાચાર છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે કેટરિના કૈફ સતત લૂઝ કપડાં પહેરેલી જોવા મળે છે.

તાજેતરમાં, કેટરિના કૈફ મુંબઈ એરપોર્ટ પર લૂઝ યલો સૂટ પહેરેલી જોવા મળી હતી. તે બાદ તે ગઇકાલના રોજ અનંત અને રાધિકા મર્ચન્ટની સગાઈની પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન કેટરિના સફેદ સિક્વન્સ વર્ક પાયજામા અને તેની સાથે લોંગ કુર્તો પહેરીને પહોંચી હતી. કેટરિનાનો આ લુક જોઈને પ્રેગ્નેેંસીના સમાચારને ફરી વેગ મળ્યો. તેની પાછળનું કારણ કેટરીનાએ લૂઝ કુર્તો પહેર્યો હતો, જે પેટથી ઢીલો હતો.

અનંત અને રાધિકાની સગાઈ પાર્ટીમાં કેટરિના કૈફ એકલી પહોંચી હતી. તેની સાથે પતિ વિક્કી કૌશલ જોવા મળ્યો ન હતો. છેલ્લા ઘણા દિવસોથી કેટરિના કૈફના ડ્રેસિંગ સેન્સમાં બદલાવ જોવા મળી રહ્યો છે. અભિનેત્રી તેના પેટ પર સતત ઢીલા કપડા પહેરેલી જોવા મળે છે. આ વખતે પણ જ્યારે કેટરિના અનંત અંબાણી અને રાધિકાની ગ્રાન્ડ એન્ગેજમેન્ટ પાર્ટીમાં પહોંચી ત્યારે ચાહકોની નજર તેના લૂઝ કપડા પર અટકી ગઈ. કેટરીના કૈફે પેપરાજીને પોઝ પણ આપ્યા હતા.

આ સાથે તેણે લાઇટ ઇયરિંગ્સ કેરી કરી હતા અને ખુલ્લા વાળ રાખ્યા હતા. આ સાથે લાઇટ મેકઅપ તેના લુકમાં ચાર્મ ઉમેરી રહ્યો હતો.જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં અનંત અંબાણીએ તેની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈની જાહેરાત કરી હતી. રાજસ્થાનના નાથદ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિરમાં કપલની રોકા સેરેમની થઇ હતી. બાદમાં અનંત અને રાધિકાએ મુંબઈમાં અંબાણીના એન્ટિલિયા નિવાસસ્થાને ભવ્ય પાર્ટી સાથે તેમના રોકાની ઉજવણી કરી.

હવે આ પ્રેમી જોડાએ 19 જાન્યુઆરીએ સત્તાવાર રીતે સગાઈ કરી લીધી છે. ગુરુવારે તેમની સગાઈ દરમિયાન ગોળ ધાણા અને ચુનરી વિધિ જેવા પરંપરાગત સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યોએ પણ આશ્ચર્યજનક પર્ફોર્મન્સ સાથે મહેમાનોની સારવાર કરી હતી.

Shah Jina