મનોરંજન

સલમાન ખાને કરી દીધી હતી ઘોષણા, 18 નવેમ્બરે જ કરશે લગ્ન પણ…

સુપરસ્ટાર સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર 1965ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં થયો હતો. પોતાની મહેનત અને સમર્પણના કારણે તેણે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ સ્થાન હાંસિલ કર્યું છે અને આજે દુનિયાભરમાં તેના ચાહકો હાજર છે. ઇન્ડસ્ટ્રીમાં કામ દરમિયાન સલમાન ઘણી વખત પ્રેમમાં પડ્યો હતો, પરંતુ તેનો સંબંધ ક્યારેય સફળ થયો ન હતો. આજે અમે તમને ‘સુલતાન’ના તે અફેર વિશે જણાવીશું જે લગ્નના બંધનમાં ન બંધાઇ શક્યા.

1.સંગીતા બિજલાની : વર્ષ 1980માં સલમાનના જીવનમાં એન્ટ્રી કરનાર પ્રથમ અભિનેત્રીનું નામ હતું સંગીતા બિજલાની. મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ સંગીતા અને સલમાન ખાનના અફેરના સમાચારોએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જો કે, બાદમાં બંને વચ્ચેના ખટાશના સંબંધોને કારણે તેમનો સંબંધ લાંબો ટકી શક્યો નહીં અને સંગીતાએ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા.

2.સોમી અલી : સંગીતા બાદ પાકિસ્તાની મૂળની અભિનેત્રી સોમી અલીએ સલમાન ખાનના જીવનમાં દસ્તક દીધી હતી. આ 19 વર્ષની અભિનેત્રી સાથે સલમાન ખાનના સંબંધો ઘણા સારા હતા, પરંતુ કેટલાક કારણોસર સોમીએ તેને વર્ષ 1999માં છોડી દીધો હતો.

3.ઐશ્વર્યા રાય : સોમી પછી જે અભિનેત્રીએ સલમાન ખાનના જીવનમાં દસ્તક દીધી તે અભિનેત્રીનું છે ઐશ્વર્યા રાય. વર્ષ 1999માં ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના શૂટિંગ દરમિયાન બંને સ્ટાર્સ એકબીજાની નજીક આવ્યા હતા. બંનેના અફેરે પણ બોલિવૂડમાં ઘણી ચર્ચાઓ કરી હતી, પરંતુ બાકીની અભિનેત્રીઓની જેમ સલમાન ખાન અને ઐશ પણ વર્ષ 2002માં અલગ થઇ ગયા.

4.સ્નેહા ઉલ્લાલ : ઐશ્વર્યા રાય બાદ સલમાન ખાનનું નામ તેની બહેન અર્પિતાની મિત્ર સ્નેહા ઉલ્લાલ સાથે જોડાયું હતું. બંનેએ ફિલ્મ ‘લકી’માં સાથે કામ કર્યું હતું. ખાસ વાત એ હતી કે સ્નેહાને ઐશ્વર્યા રાયની કોપી માનવામાં આવતી હતી.

5.કેટરિના કૈફ : આ પછી સલમાન ખાને કેટરીના કૈફની કરિયરની હોડી પાર કરી, જે સલમાન ખાનના જીવનમાં આવી. સલમાન કેટરીનાને લઈને ખૂબ જ ગંભીર હતો, તેમ છતાં વર્ષ 2010માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

6.યુલિયા વંતુર : આ દિવસોમાં સલમાનનું નામ યુલિયા વંતુર સાથે જોડવામાં આવી રહ્યું છે. યુલિયા એક રોમાનિયન અભિનેત્રી અને એન્કર છે. સલમાનની વિદેશ યાત્રા દરમિયાન સલમાન યુલિયા વંતુરને મળ્યો હતો. ખાસ વાત એ છે કે સલમાને અર્પિતાના લગ્નમાં યુલિયાને પણ ગર્લફ્રેન્ડ તરીકે રજૂ કરી હતી.

અભિનેતા સલમાન ખાનના ચાહકો માટે મુંજવતો પ્રશ્ન એ જ છે કે આખરે તે ક્યારે લગ્ન કરશે?  વર્ષ 2016માં યોજાયેલા એક ઇવેન્ટમાં સલમાને પોતાના લગ્નની તારીખની ઘોષણા કરી હતી. આ ઘટના સોશિયલ મીડિયા પર સામે આવી ત્યારે સૌ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

Image Source

વર્ષોથી લગ્નને લઈને થતા સવાલોથી ઘેરાયેલા સલમાન ખાન તે સમયે દુવિધામાં પડી ગયા હતા જ્યારે એક ઇવેન્ટમાં ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ તેને આ સવાલ કરી દીધો કે આખરે તે લગ્ન ક્યારે કરશે. સાનિયાને સલમાનને આ સવાલ ત્યારે પૂછ્યો હતો જ્યારે તે સાનિયાની આત્મકથા ‘એસ અગેન્સ્ટ ઑડ્સ’ ના સમારોહમાં શામિલ થયા હતા.

Image Source

જાણકારીના આધારે સાનિયાના આવા સવાલ પર સલમાને કહ્યું કે,”હા…18 નવેમ્બર..આ 18 નવેમ્બર અમુક 20-25 નવેમ્બરથી ચાલી રહ્યો છે…પણ ખબર નહિ, કયા વર્ષમાં થશે..પણ ચોક્કસ થશે..”

Image Source

18 નવેમ્બર સલમાન માટે પસંદ કરવાનું કારણ એ છે કે સલમાનના પિતા સલીમ ખાન અને માતા સલમા ખાનના લગ્ન 18 નવેમ્બરના રોજ થયા હતા અને તેની નાની બહેન અર્પિતાના લગ્ન પણ વર્ષ 2014માં 18 નવેમ્બરના રોજ જ થયાં હતાં.

Image Source

સલમાનના આવા જવાબ પર સાનિયાએ હસીને કહ્યું કે તેના એકલા રહેવાથી વધારે છોકરીઓની ફરિયાદ નહિ થાય તો સલમાને તરત જ જવાબમાં કહ્યું કે,”હું અમુક એવી મહિલાઓને ઓળખું છું, જેઓને ફરિયાદ છે. તમને ખબર નથી કે કેટલું દબાણ છે, હું મારી માં અને બહેનો વિશે વાત કરી રહ્યો છું. તેઓ ઈચ્છે છે કે હું લગ્ન કરી લઉં.”

જેના પછી સાનિયા મિર્ઝાએ આ ઇવેન્ટની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા અને સલમાને પણ સાનિયાના પુસ્તક વિશે કહ્યું કે,”તેને ચોક્કસ વાંચવી જોઈએ”.

જણાવી દઈએ કે એવી ખબર છે કે હાલના સમયમાં સલમાન ખાન યુલિયાને ડેટ કરી રહ્યો છે. બંન્ને અવાર-નવાર પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે જોવા મળે છે. લોકડાઉનમાં પણ સલમાન ખાન પોતાના પરિવાર અને યુલિયા સાથે પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં રહેતા હતા.