બૉલીવુડ એક્ટર અર્જુન કપૂર અને એક્ટ્રેસ મલાઈકા અરોરાના અફેરની ચર્ચા થઇ રહી છે. હાલમાં જ અર્જુન કપૂરના પિતા અને નિર્માતા બોની કપૂરે હાલમાં જ અર્જુન અને મલાઈકાના સંબંધને લઈને મૌન તોડયું હતું. હાલમાં જ મલાઈકા અને અર્જુન કપૂરે તેના સંબંધને સાર્વજનિક કરતી કેટલીક તસ્વીર શેર કરી હતી.
View this post on Instagram
બોની કપુત્ર આમ તો કંઈ જ કહ્યું ના હતું. પરંતુ સલમાન ખાન સાથે ના અર્જુન કપૂરના સંબંધને લઈને ઈશારો કર્યો હતો. જયારે બોની કપુરેને પૂછવામાં આવ્યું કે તેને તેના દીકરા અર્જુન કપૂરને એક્ટર તરીકે કેમ લોન્ચ ના કર્યો ? આ સવાલ પૂછતાં જ બોની કપૂરનું દર્દ છલકાઈ ઉઠયું હતું.
View this post on Instagram
બોની કપૂરે કહ્યું હતું કે, અર્જુન નિર્દેશક બનવા માંગતો હતો. પરંતુ તેને લોન્ચ કરવા માટે મારી પાસે કોઈ પ્લાન ના હતો. સલમાને મને સલાહ આપી હતી કે, અર્જુને એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કરવું જોઈએ. એક એક્ટર તરીકેના બધા જ ગુણ અર્જુન કપુરમાં છે. સલમાને અર્જુનને ઘન મદદ કરી તેનો ગાઈડ કર્યો હતો.
View this post on Instagram
બોની કપૂરે વધુમાં કહ્યું હતું કે, દુર્ભાગ્ય છે કે, આજે સલમાન અને અર્જુનના સંબંધ સારા નથી. મારી ઉપર હંમેશા સલમાન ખાનનો અહેસાન રહેશે કારણ કે તેને અર્જુનને એક્ટિંગ ક્ષેત્રે આગળ લાવી હંમેશા તેને પ્રોત્સાહન આપ્યું હતું. બોની કપૂરે એ જણાવ્યું ના હતું કે આખરે ક્યાં કારણથી સલમાન અને અર્જુન કપૂરના સંબંધમાં તિરાડ આવી.
View this post on Instagram
બોની કપૂરે તેના બાળકોને લાઈન કહ્યું હતું કે, આમ તો એક પિતા બધા જ બાળકોને સરખો પ્રેમ કરતા હોય છે. પરંતુ મેં ખુશીથી વધુ પ્રેમ છે. તે ભલે નાની છે પરંતુ મારા દિલમાં ખુશી પ્રત્યે એક ખાસ જગ્યા છે. તેની માટે ખાસ જગ્યા એ માટે છે કે, કારણકે તે વિદેશમાં ભણી રહી છે અને પાસે નથી. હું એ પણ કહીશ કે, અર્જુન પણ મારા દિલની એટલો જ નજીક છે. હું મારા બાળકોની વચ્ચે બહુ ખુલેલો નથી. હું તેનો પિતા છું ત્યારે મારે એને શું બતાવવું પડે કે હું તેને પ્રેમ કરું છું.
View this post on Instagram
ખબર એ હતી કે, જ્યારથી અર્જુન કપૂર મલાઈકાને ડેટ કરતો હતો ત્યારથી સલમાન નારાજ હતો. બાદમાં અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઈકા અને અર્જુને તેના સંબંધને ઓફીશીયલ કરી દીધા હતા. બંને સોશિયલ મીડ્યમ એક સાથે તસ્વીર શેર કરતા રહે છે. લગ્નના સવાલને લઈને અર્જુન કપૂરે કહ્યું હતું કે, જયારે સાચો સમય આવશે ત્યારે અમે અમારા સંબંધનું એલાન કરીશું.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.