મનોરંજન

ભાણી આયત પર ખૂબ જ પ્રેમ લૂંટાવતા જોવા મળ્યા સલમાન ખાન, જુઓ ક્યૂટ વીડિયો

બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન તેના ભાણેજ આહિલ અને ભાણી આયતને ખૂબ પ્રેમ કરે છે, એ વાત જગજાહેર છે. તે ઘણીવાર તેમની સાથે રમતા જોવા મળે છે. તાજેતરમાં જ અર્પિતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર મામા-ભાણીનો એક વીડિયો શેર કર્યો છે જે ખૂબ જ સુંદર છે. વીડિયો શેર કરતી વખતે અર્પિતાએ આયત વતી સલમાન માટે કેપ્શન પણ લખ્યું છે. અર્પિતાએ લખ્યું હતું ‘અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ મામુ’.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

આ વીડિયોમાં સલમાન આયતને પ્રેમ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આયત એક મહિલાના ખોળામાં છે અને સલમાન ખાન તેની સામે ઉભો છે. સલમાન વારંવાર આયતને પ્રેમ કરવા આગળ વધે છે અને કિસ કરીને પાછા થઇ જાય છે. સલમાન ખાન આવું ઘણી વાર કરે છે. વીડિયોની સૌથી ખાસ વાત એ છે કે આયત પણ મામુને કિસ કરે છે. આ બંનેનો આ વીડિયો ખૂબ જ સુંદર છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાનના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને પોતાના રિએક્શન પણ આપી રહ્યા છે. આયત અને સલમાનનો આ વીડિયો ચાહકોને જ નહિ, પણ સેલેબ્સને પણ પસંદ આવી રહ્યો છે. દિયા મિર્ઝા, પુલકિત સમ્રાટ, મિની માથુર, એલી અવરામએ વીડિયોને સુંદર ક્યૂટ કહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

જણાવી દઈએ કે સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આયતને જન્મ આપ્યો હતો. સલમાન ખાન આ દરમિયાન ખૂબ ખુશ હતો. આયતનો જન્મ સલમાન ખાનના જન્મદિવસ પર પણ થયો હતો. સલમાન ખાન આજકાલ તેની આગામી ફિલ્મ રાધેના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.