મુંબઈના ફ્રન્ટલાઈન વર્કર માટે નાસ્તાની વ્યવસ્થા કરી સલમાન ખાને, આપતા પહેલા પોતે જ કર્યો ટેસ્ટ, જુઓ વીડિયો

મદદ કરવામાં ભાઈજાન કોઈ દિવસ પાછા ન પડે..જુઓ

કોરોના મહામારીમાં દેશની અંદર ફ્રન્ટલાઈન વર્કર સતત કામ કરી રહ્યા છે, ત્યારે આ ફ્રન્ટલાઈન વર્કરની મદદ માટે ભાઈજાન સલમાન ખાન આગળ આવ્યા છે. સલમાન ખાને “બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન”  દ્વારા મુંબઈમાં ફ્રન્ટલાઈન વર્કરો-પોલીસ, મેડિકલ સ્ટાફ અને બીએમસી કર્મચારીઓ માટે છેલ્લા એક અઠવાડીયાથી રોજ નસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સલમાનના ફાઉન્ડેશન અને “આઈ લવ યુ મુંબઈ” નામના એનજીઓ દ્વારા મુંબઈના વિભિન્ન વિસ્તારોમાં જઈને બીઇંગ હંગ્રી નામની મીની ફૂડ ટ્રકના માધ્યમથી ફ્રન્ટલાઈન વર્કરને ફૂડ પહોંચવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

ફ્રન્ટલાઈન વર્કરને આપવામાં આવી રહેલા આ નાસ્તાની વ્યવસ્થા જોવા માટે સલામન ખાન જાતે જ સ્થળ ઉપર પહોંચ્યો હતો.

રોજ મુંબઈના બાન્દ્રા (પશ્ચિમ)માં આવેલી “ભાઈજાન્સ” નામની હોટલમાં ફ્રન્ટલાઈન વર્કર માટે નાસ્તો તૈયાર કરીને પહોચવવામાં આવે છે. સલમાન ખાન કોરોનાના ખરાબ સમયમાં પણ મહેનત કરી રહ્યા છે અને પોલીસવાળાથી લઈને તમામ ફ્રેનલાઇનર વર્કરને પહોચવવામાં આવી રહેલા નાસ્તાની ક્વોલિટી ચેક કરવા માંગે છે. એવામાં સલમાન પોતાના ઘરેથી આ હોટકમાં પહોંચ્યો અને તૈયારીની દેખરેખ કરી.

સલમાનનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે જેમાં જોઈ શકાય છે કે સલમાન કોરોના ફ્રન્ટલાઈન વર્કર્સ માટે તૈયાર કરવામાં આવી રહેલા નાસ્તાનો ટેસ્ટ કરી રહ્યો છે. સલમાને પહેલા ખાવાનું ટેસ્ટ કર્યું પછી ફ્રન્ટલાઈનર્સને મોકલ્યું. રવિવાર માટે 5000 ફૂડ પેકેટ ભાઈજાનના કિચનમાં તૈયાર થયા જે ફ્રન્ટલાઈન વર્કર્સ માટે હતા.

 

View this post on Instagram

 

A post shared by _”” (@manish_salmanholics)

Niraj Patel