મનોરંજન

શું સલમાન ખાનની આ આદતના કારણે તૂટી ગયો હતો અરબાઝ અને મલાઈકાનો 18 વર્ષ જૂનો સંબંધ ? કારણ જાણીને ચોંકી ઉઠશો

બોલીવુડની અંદર ખાન પરિવારની ખુબ જ બોલ બાલા છે. સલમાન ખાન જ્યાં બોલીવુડમાં રાજ કરે છે ત્યાં તેના ભાઈઓ પણ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. થોડા સમય પહેલા જ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન અને અભિનેત્રી મલાઈકા અરોરાનો 18 વર્ષનો લગ્ન સંબંધ તૂટવાના સમાચારથી ચાહકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

Image Source

અરબાઝ અને મલાઈકાના સંબંધો તૂટવાના આમ તો ઘણા બધા કારણો સામે આવ્યા હતા. પરંતુ હજુ સુધી સાચા કારણની કોઈને ખબર નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમનો સંબંધ તૂટવાનું એક કારણ અરબાઝની સટ્ટો રમવાની લત પણ હતી. તો ઘણા લોકો આ સંબંધ તૂટવા પાછળ સલમાનને પણ જવાબદાર માની રહ્યા છે.

Image Source

અરબાઝે પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેના માટે પણ મલાઈકા સાથે છૂટાછેડા લેવા માટે કઠિન હતા. તે એક બાળકનો પિતા પણ હતો જેના કારણે વધારે મુશ્કેલ હતું. અમે એવા મુકામ ઉપર ઉભા હતા કે ઇન્ફેક્શનને બધું જ રીતે યોગ્ય કરવાનો પ્રયાસ કર્યો છતાં પણ એકમાત્ર રસ્તો છૂટાછેડા જ બચ્યો હતો.

Image Source

ઘન સૂત્રોના જણાવ્યા અનુસાર અરબાઝ અને મલાઈકાના સંબંધો તૂટવાનું કારણ રબાઝનું ફ્લોપ કેરિયર પણ હતું. પરંતુ તેનાથી મોટું કારણ પણ સલમાન ખાન હતો. ઘણા લોકો એવું માની રહ્યા છે કે અરબાઝ અને મલાઈકાનો સંબંધ સલમાનના કારણે તૂટ્યો.

Image Source

ખબરોનું માનીએ તો મલાઈકાને તેના પતિનું સલમાનની છત્રછાયામાં રહેવાનું પસંદ નહોતું. સાથે જ એ વાતનો પણ ખુલાસો થયો હતો કે મલાઈકાને હંમેશા લાગતું હતું કે ખાન પરિવાર માટે તે એક અજનબી છે. આ ઉપરાંત દિયર સલમાનને ટોકવાનું પણ મલાઈકાને સારું નહોતું લાગતું. મલાઈકા આ બાબતે પહેલા પણ જણાવી ચુકી છે કે તેને અલમાંના કપડાં પહેરવા અને તેના મિત્રોને લઈને હંમેશા ફરિયાદ રહેતી હતી.

Image Source

અરબાઝ ખાન આઇપીએલમાં સટ્ટો લગાવતો હતો. જે ના તેના પિતા સલીમ ખાનને ગમતું હતું અને ના તો મલાઈકા અરોરાને. અરબાઝને સટ્ટેબાજી પ્રકરણમાં થાણે ક્રાઇમ બ્રાન્ચે નિવેદન રેકોર્ડ કરવા માટે પણ બોલાવ્યો હતો. તેને એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે તે છેલ્લા 6 વર્ષથી આઇપીએલ મેચમાં સટ્ટો લગાવે છે. અને ગયા વર્ષે જ 2.75 કરોડ રૂપિયા હારી ગયો હતો.