બોલિવુડના ભાઇજાન સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના પતિ આયુષ શર્માએ આ વર્ષની ઇદ પાર્ટી હોસ્ટ કરી હતી. ઈદના અવસર પર તેમના ઘરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. જો કે,આ પાર્ટી દરમિયાન શહનાઝ ગિલ સૌથી વધુ લાઇમલાઇટમાં રહી હતી. શહનાઝ ગિલ જ્યારે પણ કેમેરા સામે આવે છે ત્યારે હંગામો મચી જાય છે. સલમાન ખાન પણ શહનાઝની માસૂમિયત અને સાદગીના દિવાના થઈ ગયા છે.
ગઈ કાલે રાત્રે અર્પિતા ખાનના ઘરે આયોજિત ઈદ પાર્ટીમાં સલમાન ખાન પંજાબની કેટરિના એટલે કે શહનાઝ ગીલને બહાર મૂકવા આવ્યા હતા. આ ઈદ પાર્ટીના સલમાન ખાન અને શહનાઝ ગિલના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં બંનેની સુપર ક્યૂટ બોન્ડિંગથી લોકોની નજર હટતી નથી. જે રીતે શહનાઝ સલમાન ખાનને વારંવાર ગળે લગાડીને કિસ કરી રહી છે, તે જોઇ તો લોકોને ફરીથી બિગ બોસ 13ની માસૂમ શહનાઝ યાદ આવી ગઈ.
પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા લોકો એવા પણ જોવા મળ્યા કે જેમને દબંગ સલમાન ખાન સાથે શહનાઝનું બોન્ડિંગ પસંદ નહોતું. તેઓ કહે છે કે શહનાઝ બળજબરીથી સલમાન ખાનની નજીક આવી રહી છે. શહનાઝ અને સલમાનની આ બોન્ડિંગ પર લોકોએ અભિનેતાના બોડીગાર્ડ શેરાની પ્રતિક્રિયાનો આનંદ પણ માણ્યો હતો. જો તમે નોટિસ કર્યુ હોય તો જ્યારે શહનાઝ અને સલમાન પેપરાજીની સામે ક્યૂટ બોન્ડ ફ્લોન્ટ કરી રહ્યા હતા ત્યારે શેરાના રિએક્શન જોવાલાયક હતા. હંમેશની જેમ સીરીયસ લુકમાં જોવા મળતો શેરા અહીં પણ એવો જ દેખાતો હતો.
વીડિયોમાં શેરા સલમાન ખાનની પાછળ ઉભો છે.તે શહનાઝ અને સલમાન ખાનના બોન્ડને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છે. શેરાના આ ગંભીર લુક પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું- આ બોડીગાર્ડને શહનાઝ પર ઘણી શંકા છે કે તેણે સલમાન સાથે કંઈ ન કરવું જોઈએ. બીજાએ લખ્યું- બોડીગાર્ડને જુઓ… તે શહેનાઝને આઈકોન્ટ્રેક્ટમાંથી પસાર થવા માટે કહી રહ્યો છે. શહનાઝને ટ્રોલ કરતી વખતે એક યુઝરે લખ્યું- કોઈને ચોંટવાની એક મર્યાદા છે. આ છોકરીમાં આત્મસન્માન નથી.
એક વ્યક્તિએ લખ્યું – ધ્યાન રાખજો સના, સલમાન ત્યાં છે. ઘણા લોકોને એવો પ્રશ્ન પણ થાય છે કે શહનાઝ ગિલ શું કરી રહી છે. શહનાઝની આવી પ્રતિક્રિયાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. યુઝરે લખ્યું – તે શું કરી રહી છે? મજાક માત્ર એક સ્તર સુધી જ સારી લાગે છે… હવે નફરત કરનારાઓની તો શું વાત કરવી. જોકે, સલમાન અને સનાનો વીડિયો તેમના ચાહકોને ઘણો ક્યૂટ લાગ્યો હતો.
View this post on Instagram
શહનાઝ ગિલ આ દરમિયાન બ્લેક કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, શહનાઝ ગિલ સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ, કભી દિવાળી’માં જોવા મળી શકે છે. શહનાઝ બ્લેક પટિયાલા સૂટ પહેરીને સલમાન ખાનની ઈદ પાર્ટીમાં પહોંચી હતી. સલમાને તેનું સ્વાગત પણ કર્યું હતુ. પાર્ટીમાં અન્ય મહેમાનો પણ હતા. ઘણી ફિલ્મી હસ્તીઓ હતી, પરંતુ સલમાને શહનાઝનું ખાસ ધ્યાન રાખ્યું હતું.