‘અલ્લાહુ અકબર’ ના નારા લગાવનારી મુસ્કાનને આપશે સલમાન અને આમિર ખાન 5 કરોડ? જાણો સત્ય

કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબની બાબત દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. હાઇકોર્ટના આદેશના વિરુદ્ધ શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી હતી. આ વિવાદમાં બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના કલાકારોના નામ પણ જોડાઈ ગયા છે. એવામાં સોશિયલ મીડિયા પર એ વાત પણ ફેલાઈ રહી છે કે સલમાન ખાન, આમિર ખાન અને તુર્કી સરકાર મુસ્કાન ખાનને 5 કરોડ આપશે! આવો તો જાણીએ આ બાબતની હકીકત શું છે.

હિજાબની બાબતનો વિડિયો સામે આવ્યા પછી અમુક લોકો મુસ્કાનનું સમર્થન કરી રહ્યા છે અને તેની હિમ્મતની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે અમુક લોકોએ તેના આ કાર્યની આલોચના કરી છે. જણાવી દઈએ કે આમિર ખાન અને સલમાન ખાન દ્વારા 3 કરોડ અને તુર્કી સરકાર દ્વારા 2 કરોડ આપવાની બાબત સાચી નથી, જે માત્ર એક અફવા છે.

આ બાબતે તુર્કી સરકારે આવું કોઈપણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ રજુ કર્યું નથી કે ન તો કોઈ અન્ય ઇનામ આપવાની વાત કહી છે. આ સિવાય સલમાન કે આમિર ખાન દ્વારા પણ કરોડો રૂપિયા આપવાનું કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.

Krishna Patel