કરણ જોહરની પાર્ટીમાં સલમાન ખાનને જોતા જ એશ્વર્યાના પતિ અભિષેક બચ્ચને આપ્યુ એવું રિએક્શન કે…

કરણની પાર્ટીમાં ભાઈજાન સલમાન ખાનને મળવા દોડ્યો હતો અભિષેક બચ્ચન, આ જોઈને આવું હતું Aishwarya Raiનું રિએક્શન!

હાલમાં જ 25 મેના રોજ પ્રખ્યાત ફિલ્મ મેકર કરણ જોહરે તેમનો 50મો જન્મદિવસ ખૂબ જ ધૂમધામથી સેલિબ્રેટ કર્યો હતો. તેના જન્મદિવસે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બર્થ ડે પાર્ટીમાં બોલિવુડના લગભગ તમામ સ્ટાર્સ જોવા મળ્યા હતા. શાહરૂખ ખાન, સલમાન ખાનથી લઇને આમિર ખાન અને અભિષેક બચ્ચન તેમજ એશ્વર્યા રાય સહિત અનેક સ્ટાર્સ કરણની બર્થ ડે પાર્ટીમાં સામેલ થયા હતા. આ પાર્ટીમાં સ્ટાર કિડ્સે પણ મહેફિલ લૂંટી હતી.

બર્થ ડે બૈશમાં સામેલ થયા સ્ટાર્સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. સૌથી દિલચસ્પ વાત એ છે કે, આ પાર્ટીમાં સલમાન ખાન અને એશ્વર્યા રાય પણ હાજર રહ્યા હતા. એશ્વર્યા તેના પતિ અભિષેક સાથે આ પાર્ટીમાં સામેલ થઇ હતી. પિંકવિલાના એક રીપોર્ટ અનુસાર, સલમાન અને એશ્વર્યાએ પાર્ટીમાં એકબીજાથી દૂરી બનાવી હતી. ત્યાં અભિષેક બચ્ચન અને સલમાન ખાને એકબીજા સાથે મુલાકાત પણ કરી અને ઘણી વાતો પણ કરી હતી.

સલમાન ખાને જેવો જ અભિષેક બચ્ચને ડાન્સ ફ્લોર પર જોયો, તે ગયો અને સલમાન સાથે વાતચીત કરી, જો કે આ દરમિયાન એશ્વર્યાએ બંનેથી દૂરી બનાવી રાખી હતી. રીપોર્ટ અનુસાર અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય રાત્રે 12.30 વાગ્યા આસપાસ કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યા હતા. જ્યારે સલમાન ખાન 1.15 વાગ્યા આસપાસ પાર્ટીમાં પહોંચ્યો હતો. એશ્વર્યા રાયે ભલે સલમાન ખાન સાથે આંખો ન મળાવી હોય અથવા તેના સાથે વાત કરવાથી બચી હોય.

પરંતુ સલમાન ખાન સામે જો તેમની એક્સનો ઉલ્લેખ થાય તો તે ખૂબ જ રિસ્પેક્ટ સાથે તેમના વિશે વાતચીત કરે છે. સલમાન અને એશ્વર્યાએ લગભગ 2-3  વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યુ હતુ. પરંતુ વર્ષ 2002માં તેમનું બ્રેકઅપ થઇ ગયુ. વાત કરીએ, કરણ જોહરની પાર્ટીની તો સલમાનની એક્સ ભાભી મલાઇકા અરોરા અને સીમા સચદેવ પણ આ પાર્ટીમાં નજર આવી હતી.

સલમાનની બહેનો અલવીરા અને અર્પિતા પણ પહોંચી હતી. આ ઉપરાંત બોલિવુડ લાઇફના એક રીપોર્ટની વાત કરીએ તો, રણબીર કપૂર તેની માતા નીતૂ કપૂર અને અયાન મુખર્જી સાથે પહોંચ્યો હતો અને પાર્ટીને ઘણુ એન્જોય પણ કરી રહ્યો હતો. રીપોર્ટનું માનીએ તો કેટરીના અને રણબીરે એકબીજા સાથે મુલાકાત કરી ન હતી. તે બંનેએ એકબીજાને અવોયડ કરવાનું સારુ સમજ્યુ હતુ.

Shah Jina