“નિકાહ” ફિલ્મથી ફેમસ થઇ ગઇ હતી આ અભિનેત્રી, આટલા વર્ષો બાદ હાલ સાવ આવી દેખાઈ રહી છે, જોતા જ ચોંકી ઉઠશો

તમે બોલિવૂડનું પ્રખ્યાત ગીત ‘દિલ કે અરમાન આસુ મેં બહ ગયે’ સાંભળ્યું જ હશે. આ ગીતને તમે તમારા પપ્પાને ઘરના કોઇ સભ્યના મોઢે કદાચ કોઇવાર સાંભળ્યુ હશે. આ ગીત ‘નિકાહ’ ફિલ્મનું હતું. વર્ષ 1982માં રિલીઝ થયેલી ફિલ્મ નિકાહ આજે પણ દર્શકોને યાદ હશે. ફિલ્મની વાર્તા અને સ્ટાર્સના પાત્રો સહિત સંવાદોએ પણ દર્શકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મ રસપ્રદ હોવા ઉપરાંત એક મોટો સંદેશ પણ છુપાયેલો હતો. આ જ કારણ છે કે ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારું કલેક્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ખાસ નીલોફર એટલે કે સલમા આગા અને હૈદર એટલે કે રાજ બબ્બરની કેમેસ્ટ્રી પર શૂટ કરવામાં આવી હતી.

આજે બધા રાજ બબ્બરને જુએ છે, જ્યારે સલમા આગા આજની તારીખમાં ઘણી બદલાઈ ગઈ છે. તેની લેટેસ્ટ તસવીર જોઈને તમે પણ ચોંકી જશો. નિકાહ ફિલ્મની અભિનેત્રી નિલોફર એટલે કે સલમા આગા 65 વર્ષની થઈ ગઈ છે અને પહેલા કરતા આજે સલમા આગાનો લૂક ઘણો બદલાઈ પણ ગયો છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ પણ થઈ રહ્યા છે. જેને જોઈને ફેન્સ પણ વિશ્વાસ કરી શકતા નથી.એકે કહ્યું કે તું એ જ નીલુ છે, વિશ્વાસ નથી કરી શકતો, તારો લુક ઘણો બદલાઈ ગયો છે, જ્યારે બીજાએ કહ્યું- તું ત્યારે પણ સુંદર હતી, આજે પણ સુંદર છે.

સલમા ભલે સ્ક્રીનથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સલમા નિકાહ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. જો કે, આટલી જબરદસ્ત લોકપ્રિયતા પછી પણ સલમા માટે આગળનો રસ્તો ઘણો મુશ્કેલ હતો. સલમા આગાનો જન્મ 25 ઓક્ટોબર 1956ના રોજ પાકિસ્તાનમાં થયો હતો. સલમા સાથે સંબંધિત એક કિસ્સો ખૂબ જ પ્રખ્યાત છે, સલમાની નાની તેના બોલિવૂડમાં કામ કરવાની વિરુદ્ધ હતા. એવું કહેવાય છે કે રાજ કપૂર સાહેબ સલમા આગાને તેમની એક ફિલ્મથી લોન્ચ કરવાના હતા પરંતુ સલમાની નાનીએ તેમને આમ કરતા રોક્યા.

એટલું જ નહીં, સલમાની નાનીએ પણ રાજ કપૂરને કહ્યું હતું કે કોઈ પણ ડિરેક્ટરે સલમાને તેની ફિલ્મોમાં ન લેવી જોઈએ.’ સલમા બોલિવૂડમાં ફેમસ થઈ ગઈ, તે પણ તેને માત્ર સંયોગથી જ મળી ગઈ. સલમાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે એક ગીતના સંબંધમાં નૌશાદ સાહબના ઘરે પહોંચી હતી, જ્યાં તેની મુલાકાત બીઆર ચોપરા સાથે થઈ હતી. બીઆર ચોપરાને સલમાનો અવાજ પસંદ આવ્યો હતો, ત્યારબાદ સલમાને ફિલ્મ ‘નિકાહ’ માટે ફાઈનલ કરવામાં આવી હતી.ફિલ્મોની જેમ સલમાનું અંગત જીવન પણ ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યુ.

સલમાના બે વખત છૂટાછેડા થઈ ચૂક્યા છે. તેણે મંઝર શાહ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે. સલમાને બે બાળકો પણ છે. નિકાહ ફિલ્મની વાત કરીએ તો, આ ફિલ્મનું નામ પહેલા તીન તલાક હતુ અને પછી તેને બદલીને નિકાહ કરવામાં આવ્યુ હતુ. સલમાએ નિકાહ ફિલ્મમાં ચાર ગીતો પણ ગાયા હતા. તેણે ત્રણ ગીતો માટે ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ પ્લેબેક સિંગર માટે નોમિનેશન પણ મેળવ્યા હતા. ખૂબ સંશોધન અને ચર્ચા બાદ ફિલ્મ ‘નિકાહ’નું નામ બદલવામાં આવ્યું હતું. ફિલ્મનું નામ ‘તીન તલાક’ હતું પરંતુ બાદમાં વિવાદના ડરને કારણે તેને બદલીને ‘નિકાહ’ કરવામાં આવ્યુ હતુ.

Shah Jina