ગત શનિવારે ભારતની જનતા માટે દિવાળી જેવો તહેવાર હતો. શનિવારે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો હતો. 5 જજોની સંવૈધાનિકપીઠે 40 દિવસ સુધી સુનાવણી કર્યા બાદ ફેંસલો કર્યો હતો. સુપ્રીમ કોર્ટ ફેંસલો કર્યો હતો કે, વિવાદિત જમીન પર રામલ્લાનો હક રહેશે. મુસ્લિમોને અલગ જમીન આપવામાં આવશે. આ ફેંસલા પર એક્ટર અને દબંગ ખાન સલમાન ખાનના પિતા અને પટકથા લેખક સલીમ ખાનનું નિવેદન સામે આવ્યું છે.
View this post on Instagram
With my Guru Mentor Teacher of Life Mr #SalimKhan Sab #Bandra #Bandstand
સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કરતા સલીમ ખાન કહ્યું હતું કે. અયોધ્યામાં મુસ્લિમોની મળનારી 5 એકર જમીન પર સ્કૂલ બનાવવી જોઇએ. બોલીવુડના ત્રણેય ખાન સલમાન, સોહેલ અને અરબાઝ ખાનના પિતા સલીમ ખાને કહ્યું હતું કે, પૈગંબરે ઇસ્લામની 2 ખૂબીઓ બતાવી છે. જેમાં પ્રેમ અને ક્ષમા શામેલ છે. સલીમ ખાને કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમોને મસ્જિદની નહીં પરંતુ સ્કૂલની જરૂરત છે. સલીમ ખાને મુસ્લિમ સમાજને અપીલ કરતા કહ્યું હતું કે, મોહબબત ઝહીર કરો અને માફ કરો. આ મુદ્દાને અહીં જ પૂરો કરીને આગળ વધો.
મુસ્લિમોને સલાહ આપતા સલીમ ખાને કહ્યું હતું કે, 5 એકર જમીન પર સ્કૂલ અથવા હોસ્પિટલ બન્ને તો સારું રહે. કોલેજ બને તો પણ બહેતર રહેશે. નમાજ તો ટ્રેન, પ્લેનમાં થઇ શકે છે. જો સ્કૂલ બને તો દેશના 22 કરોડ મુસ્લિમોને સારી શિક્ષા મળે તો દેશની ઘણી મુશ્કેલીનું નિરાકરણ આવી શકે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની વાત પર સહેમત થતા સલીમ ખાને કહ્યું હતું કે, અયોધ્યા વિવાદ ખતમ કરી આપણે એક નવી શરૂઆત કરવી જોઈએ. હવે આપણે શાંતિની જરૂર છે. આપણે હવે મુખ્ય મુદ્દા પર ધ્યાન આપીને ભવિષ્યનું વિચારવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે, આપણે શિક્ષિત સમાજની સૌથી વધુ જરૂરત છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.