લગ્નની અંદર સાળીએ કરી નાખી એવી ડિમાન્ડ, કે સાંભળીને જ ગભરાઈ ગયા જીજાજી, પછી કરવા લાગ્યા ઉલ્ટી સીધી વાત, જુઓ વીડિયો…

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, કેટલાય યુગલો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે, ત્યારે આ દરમિયાન ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, જેમાં લગ્નના અલગ અલગ રીતિ રિવાજો સાથે જીજા સાળીના મસ્તી મજાક પણ જોવા મળતા હોય છે, હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં જીજા-સાળીની મીઠી નોક-ઝોક જોવા મળી રહી છે.

લગ્નજીવનમાં જીજા અને સાળી વચ્ચે નોક-ઝોક ન થાય તો કંઈક અંશે ફિક્કું લાગે છે. આ ફિક્કાપણાને દૂર કરવા માટે જીજા -સાળી વચ્ચે ચોક્કસ બોલચાલ થતી જોવા મળે છે. સાળી પણ પોતાના જીજાને ટોણા મારવામાં પાછીપાની કરતી નથી.આ દરમિયાન સૌથી મનોરંજક ક્ષણ ત્યારે જોવા મળે છે જ્યારે જૂતાની ચોરીની વિધિ દરમિયાન સાળી અને જીજાજી શગુનના પૈસાને લઈને દલીલ શરૂ કરે છે. ક્યારેક પૈસા માટે સાળીને ઘણી વાતો સાંભળવી પડે છે, પરંતુ તે ગમે તેમ કરીને જીજાજીના જૂતા સાંતળી જ લેતી હોય છે.

કંઈક આવો જ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક સાળી જીજાજી પાસે જુતાના બદલામાં 1 લાખ રૂપિયાની માંગણી કરે છે. આ સાંભળીને જ જીજાજીનો પરસેવો છૂટી જાય છે અને તે ગભરાતા 5000 રૂપિયા આપવાની વાત કરવા લાગે છે. સાળીઓએ જયારે જીજાજીને કહ્યું કે, “પૈસે દો.. પૈસે દો…” ત્યારે જીજાજી “જુતે દો”ની જગ્યાએ કહેવા લાગ્યા કે, “જુતે લો”.

 

View this post on Instagram

 

A post shared by ShaadiSaga.com (@shaadisaga)

આ વાત ઉપર સાળીઓ પણ જોરથી હસવા લાગી અને તેમની ભૂલને યોગ્ય કરાવી. એક સાળીએ તો એક લાખ રૂપિયાની ડિમાન્ડ કરતા કહ્યું કે એક લાખ તો કઈ નથી તમારા માટે. જેના ઉપર વરરાજા પણ અડેલા રહ્યા અને છેલ્લે 21 હજાર રૂપિયા આપવાની વાત થઇ. થોડીવારમાં સાળીઓ પણ જીજાજીની વાત માની ગઈ અને તેમને જૂતા પહેરાવ્યા.

Niraj Patel