ખબર

પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ: પોતે કરજમાં ડૂબેલો હતો પણ રસ્તા પર પડેલા રૂપિયા તેના માલિક સુધી પહોંચાડીને જ રહ્યો!!!

રૂપિયા એક એવી વસ્તુ છે કે જે ભલભલાની નિયત ખરાબ કરી શકે છે. એમાં પણ જો આ રૂપિયા મોટા આંકડામાં હોય તો તો કોઈ કોઈનું સગું નથી રહેતું, પૈસા માટે માણસ કઈ પણ કરી જાય છે. પૈસાને લીધે ભાઈ-ભાઈના સંબંધો, બાપ-દીકરાના સંબંધો, અને કેટલાય એવા સંબંધો બગડી જાય છે. કોઈ પણ વ્યક્તિ કોઈનું પણ ખૂન કરી શકે છે, અપહરણ કરી શકે છે, કે ચોરી જેવા બીજા અપરાધો પણ કરે શકે છે.

જો રસ્તા પર પૈસા પડેલા મળી આવે તો તો પૂછવું જ શું? અને પૈસા જોઈને માણસની નિયતનો કોઈ ભરોસો નથી રહેતો. ત્યારે હમણાં જ કેટલાક દિવસ અગાઉ એક એવો કિસ્સો જાણવામાં આવ્યો હતો કે એવું લાગે કે હજુ પણ માણસાઈ મરી નથી પરવારી. હજુ પણ ઘણા ઈમાનદાર લોકો એવા છે કે પૈસાને જોઈને તેમની ઈમાનદારી ડગમગાતી નથી.

Image Source

કેટલાક દિવસો પહેલા જ સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા મૂળ બિહારના વતની દિલીપ પોદારે રસ્તા પરથી મળેલા રોકડા 10 લાખ રૂપિયા તેના માલિક સુધી પહોંચાડયા હતા.વાત એમ છે કે એક દિવસ સાડીના શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો દિલીપ પારલે પોઇન્ટ નજીક બ્રિજ નીચેથી ઘરે જઈ રહયા હતા એ સમયે તેમને રસ્તા પર એક પાકીટ પડેલું મળ્યું, જેમાં રોકડા 10 લાખ રૂપિયા હતા.

આ આખી વાતની જાણ ઉમરા પોલીસને થતા પોલીસે દિલીપને શોધી કાઢ્યો હતો. દિલીપને પોલીસ પર શંકા જતા તેને પોલીસ પાસેથી આઈકાર્ડ પણ માંગ્યું હતું. તેને પોલીસ પર વિશ્વાસ આવતા જ રસ્તા પરથી મળેલા રોકડા 10 લાખ રૂપિયા પોલીસને સોંપીને તેને મૂળ માલિકને શોધી કાઢવાની અપીલ કરી હતી.

દિલીપના માથા પર બાળકોના ભણતર માટેની રૂપિયા 3 લાખની લોન હોવા છતાં તેનું મન લલચાયું નહીં, અને તેને પોલીસને આ રૂપિયા સોંપીને માલિકને શોધી કાઢવાની અપીલ કરી હતી. ત્યારે પોલીસે જ્યાંથી રૂપિયા મળ્યા હતા ત્યાંના કેમેરા ચેક કરતા એક કારનો નંબર મળી આવ્યો હતો.

Image Source

આ કાર નંબરના આધારે પોલીસે કામરેજના ખેડૂત પરિવારને શોધી કાઢ્યો હતો. આ પરિવારમાં દીકરીના લગ્ન હોવાના કારણે પરિવારની મહિલા રૂપિયા લઈને દાગીના લેવા માટે સુરત આવી હતી, પરંતુ જ્વેલર્સ સુહી પહોંચતા પહેલા જ રસ્તામાં તેના રૂપિયા ખોવાઈ ગયા હતા, એ વાતની જાણ તેને જવેલર્સ પાસે પહોંચ્યા પછી થઇ.

આ પરિવારને ત્રણ દિવસ પછી તેમના રૂપિયા પરત મળતા પરિવારે રાહત અનુભવી હતી. ખુશ થઈને આ પરિવારે ઉમરા પોલીસ અને દિલીપને એક-એક લાખ રૂપિયાનું ઇનામ આપ્યું હતું. પરંતુ પોલીસે પોતાના ભાગના ઇનામના રૂપિયા પણ દિલીપની ઈમાનદારીની સલામ કરતા દિલીપને આપ્યા હતા..

આમ જયારે લોકોમાં પોલીસની છબી ખરાબ છે ત્યારે આ બાજુ ઉંમર પોલીસે આ કામ કરીને પોલીસની છબી જનતાને મદદ કરનાર તરીકે કાયમ રાખી હતી અને દિલીપે પણ માણસાઈનું અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks