મનોરંજન

અક્ષય કુમારના બૉડીગાર્ડ શ્રેયસ ઠેલેની સેલેરી જાણીને રહી જશો હેરાન

બોલીવુડના એક માત્ર ખિલાડી એવા અભિનેતા અક્ષય કુમારની સુરક્ષામાં એક વ્યક્તિ હંમેશા તેની સાથે હાજર જ રહે છે, અને તે છે શ્રેયસ ઠેલે. શ્રેયસ અક્ષયના બોડીગાર્ડ છે અને તે પળછાયાની જેમ તેની સાથે જ રહે છે. તેનો મગજ અને આંખો ચારે તરફ ફરતા જ હોય છે જેથી કોઈપણ પોતાના માલિક અક્ષય કુમારને નુકસાન ન પહોંચાડી શકે.

Image Source

24 કલાક અક્ષય કુમારની સુરક્ષા કરનારા શ્રેયસનો પગાર લાખો રૂપિયામાં છે. અક્ષયની સાથે સાથે શ્રેયસ અક્ષયના દીકરા આરવ કુમારનું પણ ધ્યાન રાખે છે. જેના માટે અક્ષય કુમાર શ્રેયસને વર્ષના 1.2 કરોડ રૂપિયા ફી આપે છે. જેના હિસાબે મહિનાની ફી 10 લાખ રૂપિયા થાય છે. શ્રેયસ બોલીવુડના મોંઘા બોડીગાર્ડ્સમાના એક છે.

Image Source

અક્ષય કુમારની જેમ જ શ્રેયસ તેજ મગજ વાળા અને સ્ટંટ મેન માનવામાં આવે છે. અક્ષયની સાથે કદમથી કદમ મિલાવીને ચાલનારા શ્રેયસ અક્ષયના એક્શન પહેલા જ સક્રિય થઇ જાય છે.

Image Source

પાર્ટીઓથી લઈને એરપોર્ટ સુધી શ્રેયશ હંમેશા તેની સાથે જ રહે છે. વિદેશ યાત્રાઓ પર, શૂટિંગના સેટ્સ પર પણ શ્રેયસ તેની સાથે જ રહે છે. શ્રેયસ અક્ષય કુમાર માટે ખુબ જ વિશ્વાસપાત્ર માણસ છે. અક્ષયના દરેક કાર્યક્રમોની જાણ શ્રેયસને પણ હોય છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.