ખબર

જે જગ્યાએ ખજુરભાઈ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરી રહ્યા છે તે જગ્યાએ પાડ્યા સાળંગપુર ધામના સંતોએ પગલાં… ઉત્સાહથી કર્યું નીતિનભાઈએ સંતોનું સ્વાગત

ગરીબોના મસીહા ખજુરભાઈના ઘરે પધાર્યા સ્વમિનારાયણ સંપ્રદાયના સંતો અને જિલ્લાના SP સાહેબ… વૃદ્ધાશ્રમની ભૂમિ પર પાડ્યા પવન પગલાં

લોક લાડીલા અને દરેક ગુજરાતીઓના હૈયે વસતા આપણા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈને આજે કોઈ ઓળખની જરુર નથી. નીતિનભાઈએ લોકસેવાના કાર્યો દ્વારા આખા ગુજરાતમાં જ નહિ દેશભરમાં એક મોટું નામ મેળવી લીધું છે. અને એટલે જ લોકો આજે તેમને ગરીબોના મસીહા તરીકે પણ ઓળખે છે.

નીતિન જાનીએ પોતાના કરિયરની શરૂઆત કોમેડી વીડિયો દ્વારા કરી હતી, પરંતુ આજે  તેઓ લોકસેવા દ્વારા આગવું નામ બનાવી ચુક્યા છે. તેમણે અત્યાર સુધીમાં હજારો લોકોની મદદ કરી છે અને સેંકડો લોકોને પાક્કા ઘર બનાવી આપ્યા છે અને કેટલાય લોકોને નવજીવન પણ આપ્યું છે.

સોશિયલ મીડિયામાં પણ નીતિન જાનીનું ફેન ફોલોઇંગ ખુબ જ વિશાળ છે. તેમની તસવીરો અને વીડિયો પર ચાહકો ભરપૂર પ્રેમ પણ વરસાવતા હોય છે. નીતિન જાની દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો પળવારમાં વાયરલ પણ થઇ જતી હોય છે. એકલા ઇન્સ્ટાગ્રામ પર જ તેમને 22 લાખ કરતા વધુ લોકો ફોલો કરે છે.

ત્યારે હાલમાં જ નીતિનભાઈએ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેમના ઘરે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ જિલ્લાના SP સાહેબ પધારેલા જોવા મળી રહ્યા છે. આ તસવીરો શેર કરવાની સાથે નીતિનભાઈએ કેપશનમાં તેમની આ મુલાકાતને લઈને વાત પણ કરી છે.

નીતિન જાનીએ કેપશનમાં લખ્યું છે “આજ રોજ પુજ્ય શ્રી હરીપ્રકાશદાસ સ્વામી, શ્રી કોઠારી સ્વામી, અને નવસારી જીલ્લાના SP વાઘેલા સાહેબ અમારા ઘરે પધાર્યા અને અમારા વ્રુદ્ધાશ્રમની ભુમીમાં પાવન પગલા પાડ્યા.

આ ઉપરાંત તેમના ભાઈ તરુણ જાનીએ પણ એક વીડિયો શેર કર્યો છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે SP સાહેબની લીધેલી ઘરની મુલાકાત અને તેમનું ભવ્ય સ્વાગત થતું પણ જોવા મળી રહ્યું છે. હવે આ તસવીરો અને વીડિયોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે નીતિન જાની સાથે સ્વામિનારાયણ સમ્પ્રદાયના સંતો સાળંગપુરના હનુમાન દાદાની પ્રતિમા વાળી મોમેન્ટો લઈને ઉભેલા છે. જેના બાદ અન્ય તસવીરમાં જિલ્લાના SP વાઘેલા સાહેબ અને નીતિનભાઈ હાર પહેરીને કેમેરા સામે પોઝ આપી રહ્યા છે.

આગળની તસવીરોમાં નીતિન જાનીની ટીમના સભ્યો પણ જોવા મળી રહ્યા છે. અન્ય કેટલીક તસ્વીરોમાં નીતિન જાની જે ધરતી પર વૃધાશ્રમનું નિર્માણ કરવાના છે. એ ધરતી પર સંતો અને એસપી સાહેબ સાથે મુલાકાત લેવા જતા જોઈ શકાય છે.

આ દરમિયાન ખજુરભાઈ સ્વામી સાથે વાતો કરતા અને તેમને માહિતગાર કરતા પણ જોવા મળી રહ્યા છે. તો સામે આવેલા વીડિયોમાં પોતાના ઘરે પધારેલા સંતોનું ખજુરભાઈ ચરણસ્પર્શ કરી અને ફૂલ હાર પહેરાવીને સ્વાગત કરી રહ્યા છે.

આ ઉપરાંત તરુણભાઈ પણ સંતોને ફૂલ હાર પહેરાવે છે સાથે જ સંતો નીતિનભાઈના ઘરમાં લાલજી મહારાજની પણ પધરામણી કરે છે. નીતિનભાઈ તેમની પણ પૂજા કરે છે, હાર પહેરાવે છે. આ દરમિયાન નીતિનભાઈ અને તરુણભાઇના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી છે.

નીતિનભાઈના સેવાકીય કાર્યોથી લોકો પ્રભાવિત છે તે સાથે સાથે આ રીતે ખજુરભાઈની ધર્મ પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ પણ લોકોના દિલ જીતી રહી છે. નીતિન જાનીના માથે સંતો મહંતો ઉપરાંત આખા ગુજરાતના લોકોના આશીર્વાદ છે.

 

View this post on Instagram

 

A post shared by Tarun Jani (Lala Bhai) (@tarun.jani)

ખાસ કરીને નીતિનભાઈએ જે લોકોની મદદ કરી છે. તેઓ તો નીતિન જાણીને સાક્ષાત પોતાના ભગવાન પણ માને છે. નીતિન જાનીના યુટ્યુબ પર પણ સેવાકીય કાર્યોના  ઘણા બધા વીડિયો શેર કરતા રહે છે. જેને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે.