મહેન્દ્ર સિંહ ધોનીની પત્નીનો સાક્ષીનો ધોની વિશે મોટો ખુલાસો, PUBGનો એવો ગાંડો શોખ છે ધોનીને કે “રાત્રે ઊંઘમાં પણ……”

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ તેની રમતથી ચાહકોનું દિલ જીત્યા બાદ હવે તેના અંગત જીવન અને તેના કામથી પણ લોકોનું દિલ જીતે છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોની હવે ખેતી તરફ વળ્યો છે અને તેના ખેતરમાં ઉગાવેલા ઓર્ગેનિક ફ્રૂટ અને શાકભાજી હવે બજારમાં પણ મળી રહ્યા છે.

ધોનીના જીવન વિશે તેની પત્ની સાક્ષી ધોની ઘણા બધા ખુલાસા કરતી હોય છે. હાલમાં જ સાક્ષીએ ધોનીના રોજિંદા જીવનને લઈને પણ ખેતલાક હેરાન કરી દેનારા ખુલાસાઓ કર્યા છે. સાક્ષીએ જણાવ્યું છે કે ધોની વીડિયો ગેમ રમવાનો ખુબ જ શોખીન છે અને એટલું જ નહીં તે રાત્રે ઊંઘમાં પણ PUBGને વિશે બોલતો રહે છે.

ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે રવિવારના રોજ વાતચીત દરમિયાન સાક્ષીએ જણાવ્યું કે  ગેમ્સથી ધોણુંનું હંમેશા એક્ટિવ રહેવા વાળું મગજ બીજી બાજુ લાગેલું રહે છે. તેને એમ પણ જણાવ્યું કે આ તેમના બેડરૂમમાં પણ ઘુસી આવ્યું છે. કારણ કે ધોની હેડફોન લગાવીને ગેમ રમતો રહે છે અને વાતો પણ કરતા રહે છે.

સાક્ષીએ આગળ જણાવ્યું હતું કે, “તમને ખબર જ છે કે માહીનું દિમાગ હંમેશા ચાલતું જ રહે છે. તેને આરામ નથી મળતો. તો તે હવે કોલ ઓફ ડ્યુટી અથવા પબજી કે પછી કોઈપણ ગેમ રમી રહ્યા હોય છે તો તેનાથી તેમને પોતાનું ધ્યાન બીજે લગાવવામાં મદદ મળે છે. જે સારી વાત છે.”


સાક્ષી કહે છે કે, “મારો મતલબ છે કે હું બહુ જ વધારે ઇરીટેડ નથી થતી કે આ મારા બેડરૂમમાં ઘુસી આવ્યું છે અને આજકાલ પબજી મારા બેડ ઉપર પણ ચાલ્યું આવ્યું છે. ઘણીવાર મને એવું લાગે છે કે તે મારી સાથે વાત કરી રહ્યા છે. પરંતુ એ તો હેડફોન લગાવીને ગેમ રમે છે, લોકો સાથે વાત કરતા હોય છે. આજકાલ તો ઘણીવાર તે સુતા સમયે પણ PUBG વિશે વાત કરતા રહે છે.”

Niraj Patel