સાક્ષીની મિત્ર આરતીએ સાહિલને લઇને કર્યો મોટો ખુલાસો, શૈતાન સાહિલને જોઇ ખૌફ પણ કંપી જાય
Delhi Murder case : દિલ્લીના શાહબાદ ડેયરી થાના ક્ષેત્રના અંતર્ગત શાહબાદ ડેયરી કલસ્ટરમાં 16 વર્ષની છોકરીની બેરહેમીથી થયેલ હત્યામાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. 20 વર્ષીય સાહિલે 16 વર્ષિય સાક્ષીની નિર્દયતાથી હત્યા કરી હતી. સાહિલે સાક્ષી પર ઉપરા છાપરી 16 ઘા માર્યા હતા અને આટલુ જ નહિ તેનુ માથું પથ્થરથી કચડી નાખ્યું હતું. આ મામલામાં હવે મૃતક યુવતી સાક્ષીની મિત્ર આરતી મીડિયા સામે આવી છે અને તેણે સાહિલને લઈને મોટું નિવેદન આપ્યું છે.
બીજી તરફ, જ્યારે દિલ્હી પોલીસે આરોપી સાહિલની ધરપકડ કરી ત્યારે તેના હાથમાં લાલ રંગનો કલાવા હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસ હવે આ મામલાની તપાસ કરી શકે છે કે કલાવાને હાથમાં બાંધવાનું કારણ શું હતું ? મીડિયા અહેવાલો અનુસાર, આ કેસની દરેક એંગલથી તપાસ કરવામાં આવશે, જેમાં લવ જેહાદનો એંગલ પણ સામેલ છે. આરોપી સાહિલના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક તેના પરિવાર સિવાય તેની મિત્ર નીતુ સાથે રહેતી હતી. સાક્ષીની મિત્ર આરતીએ જણાવ્યું કે તે તેને મળવા અહીં આવી હતી. આરતીએ જણાવ્યુ કે, તે સાહિલને એક હિંદુ છોકરા રીતે ઓળખે છે. જણાવી દઈએ કે રવિવારે 28 મે 2023ના રોજ સાક્ષી તેની મિત્ર નીતુના પુત્રના જન્મદિવસમાં હાજરી આપવા જઈ રહી હતી.
નીતુ તેની નજીકની મિત્રોમાંની એક હતી. નીતુનો પતિ જેલમાં છે. એટલા માટે સાક્ષી અવારનવાર તેના ઘરે રહેતી હતી. નીતુએ મીડિયાને જણાવ્યું કે સાહિલ અને સાક્ષી એકબીજાને 3-4 વર્ષથી ઓળખે છે. કેટલાક દિવસોથી બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો ચાલતો હતો. સાક્ષી સાહિલ સાથે વાત કરવા માંગતી ન હતી.
સાક્ષી હત્યાના થોડા સમય પહેલા જ બહાર આવી હતી. તે તેની મિત્ર આરતીની રાહ જોઈ રહી હતી અને આ દરમિયાન જ સાહિલે તેને ઘેરી લીધી. સાક્ષીની હત્યા કરવાના ઇરાદે પહોંચેલા સાહિલે પહેલા તેના પર છરી વડે હુમલો કરવાનું શરૂ કર્યું અને પછી તેનું માથુ પથ્થરથી કચડ્યુ. 16 વર્ષની સાક્ષીની જાહેરમાં હત્યા થઇ અને ત્યાં જે પણ લોકો હાજર હતા તે આ દ્રશ્ય જોઇ રહ્યા, તેમણે સાક્ષીની મદદ કરવાની પણ કોશિશ ન કરી.