મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. ઘણા સમય બાદ તે આઇપીએલમાં રમતો નજરે ચડયો હતો. આ બાદ તેને પરિવારને દુબઇ બોલાવી લીધા હતા. ધોનીની પત્ની સાક્ષીએ તેનો બર્થડે દુબઈમાં મનાવ્યો હતો.
View this post on Instagram
સાક્ષી ધોની ફરવાનો ઘણો શોખ રાખે છે. આજકાલ તે દીકરી જીવા અને પતિ ધોની સાથે દુબઈમાં છે. અહીં તે મશહૂર ફેમ પાર્ક જોવા પહોંચી હતી. ફેમ પાર્કમાં જાનવરો સાથે સાક્ષી અને જીવાએ ઘણો આનંદ માણ્યો હતો. જણાવી દઈએ ફેમ પાર્ક જાણીતું પાર્ક છે. અહીં બધા જ પ્રકારના જાનવર છે. સાક્ષી ધોનીએ વાઘના બચ્ચાને ખોળામાં બેસાડીને દૂધ પીવડાવ્યું હતું. મગરને પણ શાનદાર અંદાજમાં ચારો નાખ્યો હતો. સાક્ષી ધોની જીરાફને પણ ખવડાવતી નજરે ચડે છે.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. સાક્ષી ધોનીએ એક ફોટો આલ્બમ અને વિડીયો શેર કર્યો છે. જેમાં તે જાનવરોને ખવડાવતી નજરે ચડે છે.
View this post on Instagram
સાક્ષી ધોનીએ આ વિડીયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, સૌથી યાદગાર પળો પૈકી એક ફેમ પાર્ક. રોમાંચક મુઠભેડ. આ જિંદગીભર યાદ રહેશે. સૈફ અહમદ બેલહાસાનો આભાર, જે અમને લઈને આવ્યા. જાનવરોની આંખમાં મહાન બોલવાની શક્તિ હોય છે.
View this post on Instagram