રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરાનો બોલ્ડ ડાંસ જોઇ ગુસ્સે થયા લોકો, એક્ટ્રેસને ભણાવ્યા સંસ્કારના પાઠ

રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરાએ હાલમાં જ રીલિઝ થયેલ ગીત ‘ઘોસ્ટ્સ’થી ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી કરી છે. આ ગીતમાં તેના ડાંસ મૂવ્સ શાનદાર છે, ત્યાં તેના બોલ્ડ આઉટફિટ લોકોને હેરાન કરી રહ્યા છે. રામાનંદ સાગર પ્રસિદ્ધ ડાયરેક્ટર અને ફિલ્મમેકર હતા, તેઓ ટેલિવિઝન માટે પહેલીવાર ‘રામાયણ’ બનાવવા માટે ઓળખાય છે.

રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા ઘણીવાર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. સાક્ષી સો.મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ 29 જાન્યુઆરી 2024ના રોજ સાક્ષી ચોપરાનું પહેલુ ગીત ‘ઘોસ્ટ્સ’ રીલિઝ થયુ, જેમાં તે બ્રાલેટ અને હાઇ-સ્લિટ સ્કર્ટમાં જોવા મળી રહી હતી.

આ દરમિયાન તેણે ગ્લેમરસ મેકઅપ કર્યો હતો અને હેરસ્ટાઇલ પણ કરી હતી. તેનું ગીત લોકોને સારુ લાગી રહ્યુ છે પણ ઘણા યુઝર્સ એવા છે જેમણે સાક્ષીના કેમેરા સામે આવી રીતે કર્વ્સ બતાવવા પર નારાજગી વ્યક્ત કરી અને અલગ અલગ કમેન્ટ્સ કરી. સાક્ષી ચોપરા તેના બોલ્ડ લુકને કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ છે. એક યુઝરે લખ્યું, ‘જો ભારતમાં કોઈની પાસે શકીરાનું બજેટ ન હોય તો MDMને બોલાવી શકાય, ભારતની સસ્તી શકીરા…’

બીજા એકે લખ્યુ, ‘રામાનંદ સાગરજીએ આખી દુનિયાને રામાયણનો પાઠ ભણાવ્યો, પરંતુ તે ફક્ત તેમની પ્રપૌત્રીને જ શીખવવાનું ભૂલી ગયા.’ એકે તો એમ પણ કહી દીધુ કે ‘નામ હિંદુ વાળુ અને કામ અંગ્રેજો વાળું.’ જો કે, કેટલાક તો એમ પણ કહી રહ્યા છે કે ડાન્સ કરતી વખતે ફિગરને જબરદસ્તીથી ફ્લોન્ટ કરવું જરૂરી નથી.

Shah Jina