રામાયણના રામાનંદ સાગરની પૌત્રી આવા ભરશિયાળામાં મુંબઈના રસ્તા પર કઈંક આમ જોવા મળી

શિયાળાની આવી કકળતી ઠંડીમાં રામાયણના રામાનંદ સાગરની પૌત્રીનો રોડ પર બોલ્ડ અવતાર જોવા મળ્યો, જુઓ PHOTOS

લોકપ્રિય ટીવી શો રામાયણના નિર્માતા રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા પોતાની બોલ્ડ સ્ટાઇલના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. સાક્ષી આ દિવસોમાં ભારતમાં છે. સાક્ષીએ ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરીને મુંબઈના રસ્તાઓ પર ફરતી જોવા મળી હતી. આ દરમ્યાન સાક્ષી ચોપરા પિંક કલરના ડ્રેસમાં જોવા મળી હતી. સાક્ષીએ વન શોલ્ડર સ્ટ્રેપ ટોપ સાથે થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું હતું. સાક્ષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સાક્ષી ચોપરાનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ તસવીરોથી ભરેલું છે.

જ્યાં કેટલાક લોકો સોશિયલ મીડિયા પર સાક્ષી ચોપરાના આ લુકના વખાણ કરી રહ્યા છે તો એવા ઘણા લોકો છે જેમણે આટલી ઠંડીમાં આવા કપડા પહેરવા બદલ સાક્ષીને ટ્રોલ કરી હતી. સાક્ષી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સાક્ષી ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર 520k કરતા પણ વધારે ફોલોઅર્સ છે. સાક્ષીના ઈન્સ્ટા પર બિકીથી લઈને ટોપલે તસવીરો હાજર છે. સાક્ષી અવારનવાર પોતાના લુક સાથે એક્સ્પીરિમેન્ટ કરતી રહે છે. જો કે આ માટે તે ઘણી વખત ટ્રોલ પણ થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@cricbollybuzz)

સાક્ષી મુંબઈના રસ્તાઓ પર જોવા મળી હતી. આ દરમ્યાન સાક્ષી ચોપરા ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. સાક્ષીની આ બોલ્ડ તસવીરોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. સાક્ષીને પિંક કલરના સ્ટનિંગ ડ્રેસ પહેરેલ ટાઉનમાં સ્પોટ થઇ હતી. સાક્ષીએ વન શોલ્ડર સ્ટ્રેપ ટોપ સાથે થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું હતું. આ કપડામાં સાક્ષીની ટોન્ડ બોડી ફ્લોન્ટ થઈ રહેલી જોઈ શકાય છે.

સાક્ષીના લુકને તેનો ગ્લિટર આઈ મેકઅપ હાઈલાઈટ કરી રહ્યો હતો. માથાથી લઈને પગ સુધી સાક્ષીનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. સાક્ષી ચોપરાના આ લુકને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો તેના અદભૂત દેખાવની પ્રશંસા કરી છે તો ટ્રોલર્સે સાક્ષીને કહ્યું હતું કે તે ઠંડીમાં આવા રિવીલિંગ કપડાં પહેરે છે.

સાક્ષી ચોપરા ફિટનેસ ફ્રીક છે. જે તેની ટોન્ડ બોડી જોઈને સ્પષ્ટપણે જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સેલિબ્રિટી હોવા ઉપરાંત સાક્ષી ચોપરા એક મહાન ગાયિકા પણ છે. તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. તેના ઘણા વીડિયો યુટ્યુબ પર હિટ થયા છે. સાક્ષી મોટાભાગે કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં રહે છે.

સાક્ષી રામાનંદ સાગરના પુત્ર મોતી સાગરની પુત્રી મીનાક્ષીની પુત્રી છે. લંડનની ટ્રિનિટી સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યા પછી સાક્ષીએ અમેરિકાના કેલિફોર્નિયામાં ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર સાક્ષીએ કહ્યું હતું કે મને બોલિવૂડની ઘણી ફિલ્મો ઓફર કરવામાં આવી હતી પરંતુ હું તેના વિશે કહી શકીશ નહિ. મારું લક્ષ્ય ગાયક બનવાનું છે. હું બોલિવૂડની ફિલ્મો પણ જોતી નથી. પણ હું ડિજિટલ પ્લેટફોર્મ પર મારું નસીબ અજમાવવા માંગુ છું. હું સોશિયલ પ્લેટફોર્મ પર અભિનય કરીશ કારણ કે મારે સારી ફેન ફોલોઈંગ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Hunt (@bollywudmedia)

મીડિયા રિપોર્ટ અનુસાર લગભગ 7 વર્ષ પહેલા સાક્ષી ચોપરાની પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલા સાથે એક પબમાં ઝઘડો થઈ ગયો હતો. આ અંગે પૂજાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પૂજા બેદીએ કહ્યું હતું કે- આલિયા તેનો જન્મદિવસ તેના મિત્રો સાથે સેલિબ્રેટ કરી રહી હતી તે દરમ્યાન સાક્ષીની માતા મીનાક્ષી અને તેની સાથે હાજર અન્ય લોકોએ તેને ધમકી આપી અને દુર્વ્યવહાર કર્યો હતો.

Patel Meet