આરપાર દેખાય એવા કપડામાં રસ્તા વચ્ચે સ્પોટ થઇ રામાનંદ સાગરની પૌત્રી, તસવીરો જોઈને જ ભર શિયાળે ચાહકોનો પરસેવો છૂટી ગયો, જુઓ

જેના દાદાએ “રામાયણ” બનાવ્યું હવે તેમની પૌત્રી રસ્તા ઉપર જાળીદાર કપડાં પહેરીને નીકળી પડી, બોલ્ડ અંદાજ જોઈને લોકો કરવા લાગ્યા ટ્રોલ

આજે આખી દુનિયા ધાર્મિક સિરિયલ ‘રામાયણ’ના નિર્માતા રામાનંદ સાગરને જાણે છે. પોતાના કરિયરમાં રામાનંદે ઘણા એવા ટીવી શો કર્યા છે જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. એક સમય એવો પણ હતો જયારે ટીવી ઉપર રામાયણ શરૂ થાય ત્યારે મહિલાઓ પોતાના  માથે ઓઢી લેતી હતી, અને ટીવી આગળ નમન પણ કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Chopra (@sakshichopraa)

પરંતુ હાલ રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા આ ચર્ચામાં આવી છે. સાક્ષી તેના પ્રોજેક્ટને કારણે નહીં પરંતુ તેની બોલ્ડનેસને કારણે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીની અભિનેત્રીઓ પણ તેમની બોલ્ડનેસ સામે ફિક્કી પડી છે. આ દરમિયાન હવે સાક્ષી ચોપરા ફરીથી કેમેરાની સામે બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. સાક્ષી ફરી એકવાર તેના લુકને લઈને ટ્રોલ્સના નિશાને આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Chopra (@sakshichopraa)

સેલેબ્રીટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સાક્ષી ચોપરાની વાઈરલ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં સાક્ષી ફરી એકવાર બોલ્ડ જોવા મળી રહી છે. ફોટામાં તમે જોઈ શકો છો કે તે લાઈટ બેબી પિંક કલરના નેટેડ શોર્ટ વન પીસ ડ્રેસમાં રોડ પર ચાલતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ ફ્રિલ્ડ ડ્રેસ સાક્ષીને ખૂબ જ બોલ્ડ બનાવે છે. સાક્ષીએ આ ડ્રેસ સાથે હાઈ હીલ્સ પહેરી છે. જ્યારે તસવીરમાં તમે જોઈ શકો છો કે તે પોતાની કારમાં બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરો વાયરલ થતા જ સાક્ષી ફરી એકવાર ટ્રોલરના નિશાના પર છે. તેની તસવીરો ઉપર લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

આ તસ્વીરોને જ્યાં ઘણા લોકો પસંદ કરી રહ્યા છે, તો ઘણા લોકોને તેની બોલ્ડનેસ જરા પણ પસંદ નથી આવી રહી. આ તસવીરો ઉપર સતત કોમેન્ટ આવી રહી છે. આ તસવીરો ઉપર કોમેન્ટ કરતા એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે “આ ભારત છે, આપણી સંસ્કૃતિને ભૂલી રહી છે.” તો એક યુઝર્સે એમ પણ લખ્યું છે કે “આ થોડી અમીર ઉર્ફિ જાવેદ લાગી રહી છે.”

Niraj Patel