મનોરંજન

મિર્ઝા બહેનો, શોએબ મલિક, સહીત જાણો-જાણો કોણ પહોંચ્યું હતું સાક્ષી ધોનીની ગ્રેન્ડ બર્થડે પાર્ટીમાં જુઓ તસ્વીર

સાક્ષી ધોનીની બર્થડે પાર્ટીમાં પહોંચી સાનિયા મિર્ઝા, શોએબ…5 તસ્વીરો જોઈને લોકોએ ધોનીને ઊધડો લીધો

ભારતના ઓલ ટાઈમ બેસ્ટ કેપ્ટન પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની આ દિવસોમાં પત્ની સાક્ષી સાથે દુબઈમાં છે. સાક્ષીએ 19 નવેમ્બરના રોજ 32મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ દિવસે સાક્ષી અને ધોનીના મિત્રો સિવાય પાકિસ્તાનના દિગ્ગ્જ ક્રિકેટર શોએબ મલિક અને તેની પત્ની સાનિયા મિર્ઝા પણ હાજર હતી. સાનિયા સાથે તેની બહેન અનમ મિર્ઝા પણ જોવા મળી હતી. સાક્ષીએ ધોની સાથે ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી હતી. આ બર્થડે પાર્ટીની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. સાનિયા મિર્ઝાએ પણ પાર્ટીની 2 તસ્વીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી.

બોલિવૂડ સુપરસ્ટાર સલમાનની બહેન અર્પિતા ખાન શર્મા પણ ધોનીના બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી. આ દરમિયાન બધાએ ખૂબ મસ્તી કરી અને ડાન્સ કર્યા હતા. સાક્ષીએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં વીડિયો પણ શેર કર્યો હતો. સાક્ષી આ જન્મદિવસની પાર્ટીમાં ગોલ્ડન કલરના ડ્રેસમાં જોવા મળી હતી. જ્યારે ધોનીએ બ્લેક ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરી હતી. સાક્ષી ધોની દ્વારા જન્મદિવસનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r)

આઇપીએલ સમાપ્ત થયા પછી ધોની દેખાયો ન હતો. ધોની સામાન્ય રીતે સોશિયલ મીડિયા અને જાહેર કાર્યક્રમોથી દૂર રહે છે. હવે તે આઈપીએલ પછી પહેલીવાર દુબઇમાં નજરે ચડ્યો છે. ધોની તેની પત્ની અને પુત્રી જીવા સાથે લગભગ 4 દિવસ પહેલા દુબઈ પહોંચ્યો હતો.

આઈપીએલ સમાપ્ત થયા બાદ માહી રાંચી સ્થિત તેના ઘરે ગયો હતો. જ્યારે તે પત્ની અને પુત્રી સાથે રજા પર દુબઇ જઈ રહ્યો હતો, ત્યારે સાક્ષીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટેટસમાં ધોનીની તસવીર લગાવી છે. અગાઉ તેણે સ્ટેટસમાં બે તસવીરો મૂકી હતી. એક તસ્વીરમાં ધોની અને જીવા હતા.

આ પછી તેણે બીજા દિવસે પણ ધોનીની તસવીર શેર કરી. સાક્ષી અને તેના ઘણા મિત્રો પણ ત્યાં હતા. ધોની લોકડાઉનમાં રાંચી હતો. ત્યારબાદ તે આઈપીએલમાં ભાગ લેવા ચેન્નાઈ અને ત્યારબાદ યુએઈ ગયો હતો.

ધોનીએ આ વર્ષે 15 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ધોનીએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2019માં રમી હતી, જે વર્લ્ડ કપની સેમિ-ફાઇનલ મેચ હતી અને ભારતને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ વર્ષે આઈપીએલ દરમિયાન ધોનીને પૂછવામાં આવ્યું કે શું આ તેમનો છેલ્લો આઈપીએલ છે, તો તેણે નકારાત્મક જવાબ આપ્યો. આનો અર્થ છે કે ધોની પણ 2021ની આઈપીએલમાં રમતો જોવા મળશે.