રસોઈ

દિવાળીના નાસ્તામાં ઘરે જ બનાવો સકકરપારા, એ પણ કંદોઈની દુકાન જેવા એકદમ સોફ્ટ ને ક્રિસ્પી …..

દિવાળી આવે એટ્લે ઘરે ઘરે નાસ્તો બનાવવા લાગી જાય બધા. આમ તો મોતીભાગે નાસ્તા તૈયાર જ આવતા હોય છે. પરંતુ દિવાળીનો નાસ્તો હજી પણ ગહરે બનાવવાની જ પરંપરા છે. તો આ દિવાળીના નાસ્તામાં બનાવો અમારી રેસીપી જોઈને સકકરપારા. એ પણ સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ રેસીપી જોઈને .

સામગ્રી

  • ખાંડ 1વાડકી
  • પાણી 1 વાડકી
  • ઘી 1 વાડકી
  • મેંદો 250gra
  • બેકિંગ સોડા ચપટી
  • તેલ તળવા માટે

રીત

1.સૌપ્રથમ એક તપેલી માં 1 વાડકી ખાંડ ane 1 વાડકી પાણી અને ઘી 3/4 વાડકી મિક્સ કરી ને ઉકાળી લો. 2.અને ઠંડુ કરી લો અને એક વાસણ માં પાણી એડ કરી લઈશુ અને ચપટી સોડા નાખવાનો અને મેદો એડ કરી ને લોટ બાંધી લો

3. અને એને 1કલાક માટે રેસ્ટ આપો જેથી સકરપારા સારા બને અને પછી એના ગુલા કરી લો4.અને વની લો અને એને થોડું પાતળી વણજો હવે એને કટ કરી લો જેવો સેપ આપવો હોય એવો આપી શકો5.પછી તેલ ને ગરમ કરી લો અને ગેસ મીડિયમ રાખજો અને સકરપારા તળી લો

થોડા લાલ થાય જાય એટલે એને કાડી લો.તો તૈયાર છે સાકરપારા ઠંડા થાય એટલે એને ડબા માં ભરી લો 6.અને વાપરો દિવાળી નાસ્તા માં જો રેસીપી ગમે તો અમને જરૂર થી જણાવજો તમારો અભિપ્રાય

દિવાળી ની આવી નવી નવી રેસિપી જોવા માટેઆ નીચે આપેલ યુ ટ્યુબ ચેનલની લિન્ક ક્લિક કરો ને જોવો વિડીયો સાથેની રેસીપી..

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
Author: GujjuRocks Team દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો આપણું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ