ખૂબસુરત સંગીતા જિંદાલના પતિ સજ્જન જિંદાલ પર રેપનો આરોપ, JSW સ્ટીલ ઓફિસના પેન્ટ હાઉસમાં કર્યુ હતુ જાતિય શોષણ

JSW ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (MD) સજ્જન જિંદાલ પર રેપનો આરોપ લાગ્યા બાદ રવિવારે એટલે કે 17 ડિસેમ્બરે તેમણે પોતાના પર લાગેલ બળાત્કારના આરોપોને ફગાવી દીધા હતા. સજ્જન જિંદાલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘સજ્જન જિંદાલ આ ખોટા અને પાયાવિહોણા આરોપોને નકારી કાઢે છે. તેઓ સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા પ્રતિબદ્ધ છે. તપાસ ચાલુ હોવાથી અમે આ તબક્કે વધુ ટિપ્પણી કરવાનું ટાળીશું. અમે તમને પરિવારની ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરીએ છીએ.’

જણાવી દઇએ કે, એક મહિલાએ મુંબઈમાં સજ્જન જિંદાલ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. મહિલા વ્યવસાયે ડોક્ટર છે. મુંબઈ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 376, 354 અને 503 હેઠળ જિંદાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલો 24 જાન્યુઆરી, 2022નો છે, જેના સંબંધમાં મહિલાએ ફેબ્રુઆરી 2022માં પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે ત્યારે કેસ નોંધ્યો ન હતો. 5 ડિસેમ્બર, 2023ના રોજ, મહિલાએ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી.

ત્યારબાદ, કોર્ટના આદેશ પર પોલીસે 13 ડિસેમ્બર 2023ના રોજ એફઆઈઆર નોંધી. ફરિયાદી મહિલા અનુસાર, તે 8 ઓક્ટોબર, 2021 ના ​​રોજ પ્રથમ વખત સજ્જન જિંદાલને દુબઇમાં મળી હતી. આ પછી બંને ઓક્ટોબર 2021થી જાન્યુઆરી 2022 સુધી ઘણી વખત મળ્યા. આ દરમિયાન જિંદાલે તેના પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો.

મહિલાએ વધુમાં જણાવ્યું કે 24 જાન્યુઆરીના રોજ તે પેન્ટહાઉસમાં સ્થિત જિંદાલની ઓફિસે પહોંચી હતી, જ્યાં તેણે તેની સાથે બળાત્કાર કર્યો. મહિલાએ 16 ફેબ્રુઆરી 2022 ના રોજ તેની ફરિયાદ સાથે પોલીસ સ્ટેશનનો પ્રથમ સંપર્ક કર્યો હતો, પરંતુ પોલીસે ત્યાં કેસ નોંધ્યો ન હતો. જો કે, મુંબઈ પોલીસે FIR નોંધવામાં કોઈપણ વિલંબના મહિલાના આરોપોને નકારી કાઢ્યા છે.

ફરિયાદીએ જણાવ્યું કે, તેના પર કેસ પતાવવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સંગીતા જિંદાલ જેવી ખૂબસુરત પત્નીના પતિ હોવા છત્તાં પણ સજ્જન જિંદાલે લેડી ડોક્ટર સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, ફરીયાદી મહિલા અનુસાર, સજ્જન જિંદાલે 24 જાન્યુઆરી 2022ના રોજ JSW ટાવરના પેન્ટહાઉસના બાથરૂમમાં તેનું જાતીય શોષણ કર્યું હતું અને બાદમાં તેને ધમકી પણ આપી હતી.

Shah Jina