મનોરંજન

દિવ્યા ભારતીના મૃત્યુના 27 વર્ષ બાદ સાજીદ નડિયાદવાલાની પત્નીએ ખોલ્યું મોટું રહસ્ય, કહ્યું “ક્યારેય નથી લીધી તેની..”

બોલીવુડમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ આવતા રહ્યા છે, પણ એક અભિનેત્રી આજે પણ સૌની મન ગમતી અભિનેત્રી છે, ભલે આજે તે આ દુનિયામાં નથી પરંતુ કરોડો ચાહકોના દિલમાં આજે પણ તેની સુંદરતા, તેનો અભિનય અને તેની આવડત કેદ છે. એ અભિનેત્રી છે દિવ્યા ભારતી જેને ખુબ જ નાની વયે આ દુનિયા છોડી દીધી, અને આજ સુધી દિવ્યા ભારતીના મૃત્યુનું કારણ સામે નથી આવ્યું.

Image Source

દિવ્ય ભારતીએ બોલીવુડના પ્રોડ્યુસર અને ડાયરેકટર સાજીદ નડિયાદવાલા  સાતેહ લગ્ન કર્યા હતા, પરંતુ દિવ્યા ભારતીના મૃત્યુ બાદ સાજીદે વર્ધા સાથે લગ્ન કરી લીધા હતા. સાજિદના આ લગ્ન ખુબ જ ચર્ચામાં પણ રહ્યા હતા, અને હવે દિવ્યા ભારતીના મૃત્યુના 27 વર્ષ બાદ વર્ધાએ એક મોટી વાત કહી છે.

Image Source

વર્ધાએ દિવ્યા ભરતી વિષે વાત કરતા એક મીડિયાને જણાવ્યું હતું કે “દિવ્યા આજે પણ અમારા જીવનો એક ભાગ છે, આજે પણ જયારે મારા બાળકો તેની ફિલ્મ જુએ છે ત્યારે તેને મોટી મમ્મી કહે છે.”

Image Source

તો સાજીદ માટે પણ વર્ધાએ કહ્યું હતું કે: “સાજીદ આજે પણ દિવ્યાના માતા-પિતાને એક દીકરાના રૂપમાં જ મળે છે, તમે વિચારી પણ નહિ શકો કે દિવ્યાના પિતા અને સાજીદ કેટલા નજીક છે, મેં ક્યારેય દિવ્યાની જગ્યા લેવાનો પ્રયાસ નથી કર્યો. મેં મારી અલગ જગ્યા બનાવી છે અને એના માટે મને ટ્રોલ કરવાનું બંધ કરો. એ મારા જીવનની પણ મહત્વનો ભાગ હતી. ક્યારેક ક્યારેક લોકો કહે છે કે દિવ્યા બહુ જ સારી હતી, અરે સાચે જ બહુ સારી હતી, અમે લોકો એને ખુબ જ પ્રેમ કરીએ છીએ.”

Image Source

દિવ્યા ભારતીનું મૃત્યુ 5 એપ્રિલ 1993ના રોજ તેના ફ્લેટની બાલ્કનીમાંથી પડી જવાના કારણે થયું હતું. એ સમયે તેમના ઘરમાં બે મિત્રો અને એક કામવાળી હતી. દિવ્યા ભારતીનું મૃત્યુ થયું ત્યારે તે બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં એક હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.