મનોરંજન

વાજિદ ખાનને આ વ્યક્તિએ ડોનેટ કરી હતી કિડની, હવે ખુલ્યું રાઝ- જાણો વિગત

બોલીવુડના પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું થોડા સમય પહેલા જ નિધન થયું, તેના નિધનના સમાચારે બોલીવુડને હચમચાવી દીધું. એવી પણ માહિતી મળી રહી છે કે વાજિદ ખાન લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. તે ત્રણ દિવસથી મુંબઈની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. લાંબા સમયથી કિડનીની સમસ્યાથી પીડાતા હોવા છતાં પણ વાજિદ ખાનના જીવને બચાવી ના શકાયો.

Image Source

મેડિકલ રેકોર્ડ અનુસાર એ જાણવા મળે છે વાજિદ ખાનને તેના ભાઈ સાજીદ ખાનની પત્ની લુબનાએ તેની કિડની ડોનેટ કરી હતી, પરંતુ તેમના શરીરે ટ્રાન્સપ્લાન્ટેડ ઓર્ગેનને રિજેક્ટ કરી દીધું હતું. તેના બાદ કિડનીના સંક્રમણના કારણે તે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં તે બે મહિના સુધી રહ્યા.

Image Source

બે મહિના હોસ્પિટલમાં રહ્યા બાદ વાજિદને 7 એપ્રિલના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો, 8 એપ્રિલના રોજ તે વરસોવા કબરિસ્તાનમાં શબ-એ-બારાતમાં પણ જોડાયા હતા, પરંતુ 10 એપ્રિલે તેમની તબિયત પાછી બગડવાના કારણે તેમને પાછા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

Image Source

વાજિદના નિધન બાદ તેમની એક થોડો જૂનો વિડીયો સામે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેની અંદર તે હોસ્પિટલના બેડ ઉપર નજર આવી રહ્યા છે. તેમને જોઈને એ વાતનો અંદાઝો પણ નથી લગાવૈ શકતો કે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ વિડીયોમાં તે સલમાન ખાનની ફિલ્મ “દબંગ”નું હુડ હુડ ડિબાંગ ગીત ગાતા નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ વીડિયોની અંદર વાજિદ ખાન તેના ભાઈ સાજીદને કહેતો નજર આવે છે કે :”સાજીદ ભાઈ માટે તો એક જ ગીત ગાઈશ, “મન બલવાન, લાગે ચટ્ટાન, રહે મેદાન મેં આગે, હુડ હુડ દબંગ” આ વીડિયોમાં તેની પાછળ એક મહિલા નજરે આવે છે, જાણકારી તે વાજિદની ભાભી અને સાજીદની પરની છે. આ વિડીયો 6 મહિના જૂનો છે અને તે હોસ્પિટલમા જયારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી ત્યારનો હોવાનું માનવામાં આવે છે.

Author: GujjuRocks Team