વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનારા સાજન ભરવાડને કોર્ટ લાવતા જ થયું મોટું ઘર્ષણ, વકીલોનો ગુસ્સો આસમાને દેખાયો

બે દિવસ પહેલા સુરત સિટીમાં પોલીસ વાહનચાલકો પાસેથી કટકી કરતા હોવાની માહિતી આવતા જ સુરતના ફેમસ વકીલ મેહુલ બોઘરા ત્યાં પહોંચ્યા હતા અને તેમણે તેમનો લાઇવ વીડિયો (Live Video) બનાવ્યો હતો અને FB પર પબ્લિશ કર્યો હતો જે દરમિયાન ટીઆરબી હેડ સાજન ભરવાડ નામના આરોપીએ વકીલ પર હિંસક હુમલો કર્યો હતો અને તેમને લાકડીઓ વડે માર માર્યો હતો.

પછી સુરતના સરથાણા પોલીસ મથકે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આરોપી વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. જે બાદ સરથાણા પોલીસે આરોપીની અટકાયત કરી તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આજે આરોપી સાજન ભરવાડને પોલીસના કાફલા સાથે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ પરિસરમાં થોડા સમય માટે મામલો ગરમાયો હતો. અહીં વકીલોએ આરોપી સાજન ભરવાડને ધક્કે ચઢાવ્યો હતો.

આજે સુરતમાં બહાદુર વકીલ મેહુલ બોધરા પર હુમલા મામલે આરોપી પોલીસકર્મી સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફાસ્ટટ્રેક કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં સાજન ભરવાડના સમર્થકો પણ પહોંચ્યા હતા. આ દરમિયાન સાજનના સમર્થકો અને વકીલો વચ્ચે ઘર્ષણ થયું હતું. વકીલોએ સાજન ભરવાડ હાય હાય ના નારા લગાવ્યા હતા. કોર્ટ પરિસરમાં માહોલ ગરમાયો હતો.

જયારે આરોપીને કોર્ટ પરિસરનો માહોલ ગરમાઇ ગયો હતો અને ત્યાં હાજર વકીલોએ સાજન ભરવાડ હાય હાયના નારા લગાવ્યા હતા તો બીજી તરફ આરોપી સાજન ભરવાડના સમર્થકોએ સાજનભાઇ જિંદાબાદના નારા લગાવ્યા હતા. આજે આરોપી TRB હેડને ફાસ્ટટ્રેક કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 5 દિવસ મંજૂર કર્યા છે.ત મને જણાવી દઈએ કે આ મામલે સાજન ભરવાડને સસ્પેન્ડ પણ કરાયો છે.

જાફરાબાદ તાલુકાના પીપળી ગામના વતની એડવોકેટ મેહુલ ભાઈ બોઘરાએ બી.કોમ. કર્યા બાદ વડોદરામાંથી LLB કરીને સુરતમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે. તેઓએ છેલ્લા બે વર્ષથી પોલીસ અધિકારીઓથી લઈને સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી સામે બંડ પોકાર્યું છે અને અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ થતાં કાયદાના ભંગને સોશિયલ મીડિયામાં જાહેર કરવાનું કામ શરૂ કર્યું છે.

આજે આરોપીને કોર્ટમાં રજુ કરાયો ત્યારે મોટી સંખ્યામાં તેના જ સમાજના સમર્થકોએ જિંદાબાદના નારા લગાવ્યા હતા જેના લીધે કોર્ટ પરિસર થોડા સમય માટે રણભૂમિકાના મેદાનમાં તબલીદલ થઇ ગયું હતું. પછી એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થક વકીલો અને સાજન ભરવાડના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

પોલીસની હાજરીમાં જ આજે કોર્ટ પરિસરમાં એક બાજૂ આરોપી સાજન ભરવાડના સમર્થકો ઉગ્ર હતા તો બીજી તરફ મેહુલ બોઘરા પર થયેલા હિંસક હુમલાને લઇ વકીલો પણ ઉગ્ર બુન્યા હતા. અને કોર્ટ પરિસરમાં ધક્કામુક્કી જોવા મળી હતી. જોકે પોલીસને પહેલાથી જ શંકા હતી કે આ મામલો ગરમાયો છે માટે તેમણે પહેલાથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

મેહુલ બોઘરા પર હુમલો કરનાર આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર (VIDEO)#Surat #Attack #advocate @AdvMehulBoghara pic.twitter.com/1KepNyNk1A

YC