સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે TRB ને દંડ ઉઘરાવવાની સત્તા નથી, તે હાથમાં દંડો પણ રાખી ન શકે

હાલ તો જો સુરતનો કોઇ કિસ્સો ચર્ચામાં હોય તો તે છે એડવોકેટ મેહુલ બોઘરાનો. થોડા દિવસ પહેલા સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે એડવોકેટ પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે હુમલો કર્યો હતો અને આ હુમલામાં મેહુલ બોઘરા લોહીલુહાણ પણ થયા હતા. મેહુલ બોઘરાએ સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં સાજન ભરવાડ ઉશ્કેરાઇ ગયો હતો અને મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. જે બાદ સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ત્યારે આ કેસમાં સાજન ભરવાડની ધરપકડ કપવામાં આવી હતી અને આ મામલે આરોપી સાજન ભરવાડ તરફી જામીન અરજીની માંગ કરવામાં આવી છે. જેમાં મેહુલ બોઘરા તરફે સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા કોર્ટમાં દલીલો કરાઈ હતી અને સાજન ભરવાડ તરફે વકીલ મિનેશ ઝવેરીએ કોર્ટમાં દલીલો કરી હતી. ત્યારે હવે આ મામલે આવતીકાલે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ જામીન અંગેનો ચુકાદો આવી શકે છે. સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે,

સાજન ભરવાડ TRB જવાન છે અને TRB પાસે દંડ ઉઘરાવવાની કે દંડો રાખવાની સત્તા . સાજન ભરવાડે પોલીસની સારી કામગીરી પર પાણી ફેરવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ ડિસીપ્લીન અને શિસ્તનું ખાતુ છે અને પોલીસ તરફથી લોકો સંયમ, સાહસિકતા, સમાજ ઉત્થાનની અપેક્ષા રાખે છે. આરોપી નોકરીના સિદ્ધાંતો નેવે મુકીને પૂર્વ તૈયારીઓ સાથે રિક્ષામાં પહેલાથી જ દંડો રાખીને હુમલો કરે છે. બચાવ પક્ષે એડવોકેટ મિનેષ ઝવેરીએ આરોપીને જામીન આપવા અંગેની દલીલો કરી હતી.

જો કે, મેહુલ બોઘરા પર હુમલાનો વીડિયો જે સામે આવ્યો, તેમાં કોઇ એવું પણ બોલતુ પણ સંભળાઇ રહ્યુ છે કે, રહેવા દે મરી જશે, તેમ છતાં આરોપી હુમલો કરવાનું ચાલુ જ રાખે છે, જે હત્યાના પ્રયાસની માનસિકતા છે. જો કે, આ ઘટના પછી આરોપીને જયારે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તેના મળતીયાઓ જીંદાબાદના નારા પણ લગાવતા હતા અને આ વાતને પણ નજરઅંદાજ ન કરી શકાય.

Shah Jina