મનોરંજન

બે ફિલ્મો પછી જ શ્રીદેવીની ફિલ્મી દીકરીએ કરી સગાઈ, મંગેતરની સાથે શેયર કરી રોમેન્ટિક તસ્વીરો….

‘મોમ’ ફિલ્મમાં સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવીની સાવકી દીકરીનો અભિનય કરી ચુકેલી એક્ટ્રેસ ‘સજલ અલી’ હાલના સમયમાં ચર્ચાનો વિષય બનેલી છે.સજલ એક પાકિસ્તાની અભિનેત્રી છે અને તેમણે વર્ષ 2016 માં ‘ઝીંદગી કિતની હસીન હૈં’ ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યુ હતું.

Image Source

ફિલ્મ મોમ માં શ્રીદેવીની ઓનસ્ક્રીન સાવકી દીકરી સજલ હાલમાં જ સગાઈના બંધનમાં બધાઈ છે અને ટૂંક સમયમાં લગ્ન પણ કરી શકે છે. જણાવી દઈએ કે સજલે પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ અને અભિનેતા ‘અહદ રજા મીર’ સાથે સગાઈ કરી છે.બંનેએ પોતાની સગાઈની તસ્વીરો પોત-પોતાના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે, જેમાં બંને ખુબજ સુંદર લાગી રહ્યા છે.

Image Source

શેયર કરવામાં આવેલી તસ્વીરોમાં સજલ અને અહદ રોમેન્ટિક પોઝ આપતા દેખાઈ રહ્યા છે.બંને એકબીજાની આંખોમાં આંખ નાખીને જોઈ રહેલા દેખાઈ રહ્યા છે. સગાઈના આ ખાસ મૌકા પર સજલે ગોલ્ડન અને ગુલાબી રંગનું પાકિસ્તાની શરારા પહેરી રાખ્યું હતું જ્યારે અભિનેતા અહદે પણ સરખા જ રંગનો કુર્તો-પાયજામો પહેરી રાખ્યો હતો.

જણાવી દઈએ કે સજલ પાકિસ્તાની અભિનેત્રીઓમાંની એક જાણીતી અને ફેમસ અદાકારા છે.સોશિયલ મીડિયા પર ફૈન્સ જ નહિ પણ પાકિસ્તાની ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા કલાકારો તેને શુભકામનાઓ આપી રહ્યા છે.પાકિસ્તાનની ફેમસ અદાકારા ‘માહિરા ખાને’ પણ સજલ અને અહદને સગાઈની ખુભ શુભકામનાઓ આપી છે.

Image Source

સજલ અને અહદ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ ઘણા ટીવી શો માં સાથે કામ કર્યુ છે. તેમણે પાકિસ્તાની શો ‘આંગન’ અને ‘યકીન કા સફર માં’ કામ કર્યુ છે. બંને શો માં આ જોડીની કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી હતી.

Image Source

સગાઈની રોમેન્ટિક તસ્વીરને શેયર કરતા રકતા સજલે લખ્યું કે,”આજે જીવનની નવી શરૂઆત થઇ છે.એ જણાવતા અમને ખુબજ ખુશી થઇ રહી છે કે પરિવારના આશીર્વાદથી અમે બંનેએ સગાઈ કરી લીધી છે.અમારો આ ખાસ દિવસ પરિવાર,મિત્રો અને ફેન્સના પ્રેમ અને દુવાઓથી વધારે ખાસ બનશે,સજલ અને અહદ”.

Image Source

સ્વર્ગીય અદાકારા શ્રીદેવી સાથે સજલે ફિલ્મ મોમ માં કામ કર્યુ હતું, ફિલ્મ વર્ષ 2017 માં રિલીઝ થઇ હતી.આ ફિલ્મમાં સજલના કામના ખુબ વખણા કરવામાં આવ્યા હતા, શૂટિંગના દરમિયાન શ્રીદેવી અને સજલ વચ્ચે ખુબ સારી મિત્રતા થઇ ગઈ હતી.ફિલ્મમાં શ્રીદેવી અને સજલના સિવાય અદનાન સિદ્દીકી,અક્ષય ખન્ના અને નવાઝુદીન સિદ્દીકી પણ ખાસ કિરદારમાં હતા. ફિલ્મને રવિ ઉદ્યાવરે ડાયરેક્ટ કરી હતી.ફિલ્મમાં શ્રીદેવીએ એક એવી માં ની ભૂમિકા નિભાવી હતી જે પોતાની દીકરીને ન્યાય આપવા માટે પોતે જ લડાઈ લડવા માટે નીકળી પડે છે.

Image Source

જો કે ફિલ્મના રિલીઝના સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવને લીધે સજલ ભારતમાં ફિલ્મનું પ્રમોશન કરી શકી ન હતી. એક ઇન્ટરવ્યૂમાં શ્રીદેવી સજલને યાદ કરીને ખુબ રોઈ પણ હતી.શ્રીદેવી ની મૃત્યુથી સેજલને પણ ખુબ ઊંડો આઘાત લાગ્યો હતો.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks