સુરત કામરેજમાં છડેચોક થયેલી હત્યામાં સજા આજે નહિ સંભળાવાય, નવી તારીખ સાંભળીને ચોંકી ઉઠશો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવતિઓની હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતમાંથી ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો ચકચારી કેસ સામે આવ્યો હતો. એકતરફી પ્રેમમાં પાગલ આરોપી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરિયાની સરજાહેરમાં ગળુ કાપી હત્યા કરી નાખી હતી. આ કેસમાં પોલિસે ગણતરીના દિવસોમાં જ ફેનિલ વિરૂદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. જે બાદ આ કેસને સુરત ફાસ્ટટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઘણા દિવસો સુધી આ કેસનું ડે ટુ ડે ટ્રાયલ ચાલ્યુ અને બાદમાં બંને વકીલોની દલીલો તેમજ સાક્ષી ચકાસ્યા બાદ આખરે કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યો હતો.ત્યારે હવે ફેનિલને કોર્ટે દોષિત જાહેર કરતા જ ગ્રીષ્માના પરિવારજનો અને ગુજરાતવાસીએ ફેનિલને આકરામાં આકરી સજા થાય તે માંગ કરી રહ્યા છે. ત્યારે હવે આ કેસમાં મોટી અપડેટ સામે આવી છે.

આ કેસમાં હવે 5 મેના રોજ આરોપી ફેનિલ ગોયાણીને સજા સંભળાવવામાં આવશે. ફેનિલને દોષિત જાહેર કરતી વખતે કોર્ટે કહ્યુ હતુ કે, ફેનિલે આવેશમાં આવીને ગ્રીષ્માની હત્યા નથી કરી, આ હત્યા પૂર્વઆયોજિત કાવતરું હતું.એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે સરાજાહેર ગળુકાપી ગ્રીષ્મા વેંકરિયાની હત્યા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જણાવી દઇએ કે, ગ્રીષ્માની હત્યાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. જેણે પણ ગ્રીષ્માની હત્યાનો વીડિયો જોયો તે તો સ્તબ્ધ જ થઇ ગયુ હતુ. જે બાદથી રાજ્યભરમાંથી આરોપી ફેનિલને કડક સજાની માગ ઉઠી હતી. આ કેસમાં સરકારે ત્વરિત એક્શન લેતા SITની રચના કરી હતી અને SITએ આ કેસમાં 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં દાખલ કરી હતી.

જણાવી દઇએ કે, ગ્રીષ્માનો કેસ સરકારી વકીલ નયન સુખડવાલા લડી રહ્યા છે. તેમના દ્વારા આરોપીને આકરી સજા થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારી વકીલ ગેરહાજર રહ્યા હતા અને આરોપી ફેનિલને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ન હતો, જેથી આ કેસમાં હવે ફેનિલને સજા સંભળાવવામાં વધુ એક તારીખ પડી છે.

હવે 8 દિવસ બાદ એટલે કે 5મેના રોજ ફેનિલને સજા સંભળાવવામાં આવશે. આ કેસ પર આખા ગુજરાતના લોકોની નજર ટકેલી છે. લોકો એ જ જોઇ રહ્યા છે દોષિતને કોર્ટ દ્વારા શું સજા ફટકારવામાં આવશે.જજ દ્વારા બંને પક્ષોની દલીલો અને પૂરાવા ચકાસ્યા બાદ આરોપીને બચાવવા જે દલીલ કરવામાં આવી તે નકારી કાઢવામાં આવી હતી અને તેને ઇપીકો-302(હત્યા) 307 હત્યાનો પ્રયાસ, 354(ડી) 342, 504, 506(2) તમામ ગુનામાં દોષી ઠેરવતો હુકમ કર્યો હતો.

ત્યારે આજે આ કેસનો ફેસલો આવવાનો હતો પરંતુ સરકારી વકીલ ગેરહાજર રહેતા કેસમાં બીજી તારીખ પડી હતી. નરાધમ ફેનિલે ગ્રીષ્માની હત્યા પહેલા તેની માનીતી બહેન ક્રિષિનાને કહ્યુ હતુ કે ગ્રીષ્માને મારી નાખવી છે. આ અંગે ક્રિષ્નાએ જો પોલીસને આરોપીના ગુનાઈત ઈરાદાની જાણ ન કરી તે કોર્ટે દુઃખદ બાબત ગણાવી હતી.

Shah Jina