મનોરંજન

BREAKING: સાયરા બાનોની તબિયત લથડી: હાર્ટએટેક આવ્યો …હોસ્પિટલમાં કરવામાં આવ્યા ભરતી, જાણો કેવી છે હવે તેમની તબિયત

થોડા દિવસ પહેલા જ અભિનેતા દિલીપ કુમાર આ દુનિયાને હંમેશા માટે છોડીને ચાલ્યા ગયા. તેમની પત્ની સાયરા બાનોએ તેમનો દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે, તેમના છેલ્લા સમયે પણ સાયરા દિલીપ કુમારની સાથે ઉભી રહેલી જોવા મળી હતી, ત્યારે હવે ખબર આવી રહી છે કે સાયરા બાનોનું તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.

સાયરા બાનોને મુમ્બાની હિન્દુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમને આઈસીયુમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. કેહવામાં આવી રહ્યું છે કે તેમને ત્રણ દિવસ પહેલા બ્લડ પ્રેશરની સમસ્યા થઇ હતી, જેના બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે હાલ તેમની બીપી નોર્મલ છે અને તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે દિલીપ કુમારના નિધનના કારણે સાયરા બાનો સદમામાં હતા. તેમને યાદ કરીને તે ભાવુક બની જતા હતા જેની અસર પણ તેમની તબિયત ઉપર પડી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે સાયરા બાનોનું શુગર લેવલ પણ વધી ગયું છે. શરૂઆતી તપાસમાં માલુમ પડ્યું કે તેમનું બ્લડ પ્રેશર પણ હાઈ છે. જેના બાદ ડોક્ટર્સ દ્વારા તેમના જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે સતત સદમામાં રહેવાના કારણે તે ડિપ્રેશનનો શિકાર બની ગયા હતા અને તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હતી.

ચાહકોને પણ સાયરા બાનોની બગડી રહેલી તબિયતે હેરાન કરી દીધા છે. તે સતત તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી રહ્યા છે. બે મહિના પહેલાં 7 જુલાઈના રોજ દિલીપ કુમારના નિધનથી તેમના લાખો ચાહકો શોકમાં ડૂબી ગયા હતા. હવે સાયરા બાનોની તબિયતને લઈને પણ ચાહકો ચિંતામાં છે.