હવસખોર લંપટ સંતથી ચેતી જજો…સાવરકુંડલામાં મહિલાને અડધી રાતે એકલી આશ્રામમાં બોલાવી અને….
સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણા એવા બાબા મળી આવે છે જે સાધુ વેશમાં રહીને ગંદા કામો કરતા હોય છે. ઘણા એવા બાબાઓન પર્દાફાશ પણ થયેલા જોવા મળ્યા છે, ત્યારે હાલ સાવરકુંડલા તાલુકાના દાધીયા ગામના કબીર આશ્રમમાંથી એક એવા જ બાબાની ધરપકડ કરવામાં આવી છે, જેને ધર્મના નામે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દાઘીયા ગામની અંદર આવેલા પ્રખ્યાત કબીર આશ્રમમાં ગુરુપૂર્ણિમાના પવન દિવસે જ આશ્રમના સાધુ અને અનુયાયીઓ દ્વારા વલ્લભીપુરની એક મહિલાને સંતાન પ્રાપ્તિની વિધિ માટે બોલાવવામાં આવી હતી. જેના બાદ આ મહિલાને સફરજનમાં કેફી પદાર્થ ખવડાવીને અર્ધબેભાન કરી દેવામાં આવી, અને પછી તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલાએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી.

મહિલાની આ ફરિયાદ નોંધાવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. પોલીસે પણ ટીમ બનાવી અને આ બાબાને શોધી અને ધપરકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેના બાદ આ બાબાને પોલીસે સુરતથી ઝડપી પાડ્યો હતો. આ સાધુનું સાચુ નામ અમરસંગ ખોડાભાઈ પરમાર છે. જે દાઘીયામાં જ રહે છે.ફરિયાદ કરનારી મહિલાને સંતાનમાં બે પુત્રીઓ હતી પણ પુત્ર થતો ન હોવાથી ગુરુપૂર્ણિમાના દિવસે તેમના પરિવારના લોકોએ આ સાધુને પુત્ર પ્રાપ્તિ માટે વિનંતી કરી હતી. જેના બાદ અડધી રાત્રે મહિલાને એકલી બોલાવી અને તેને પ્રસાદીનું સફરજન છે તેમ કરીને ખવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના બાદ મહિલા તેના ઘરે ચાલી ગઈ હતી. તેના ઘરમાં તેના સાસુ હતા અને તેનો પતિ રાજ્ય બહાર નોકરી કરતો હતો, જયારે તેનો પતિ ઘરે પરત ફર્યો ત્યારે મહિલાએ તેના પતિને સઘળી વાત કરી જેના બાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં જઈને આ કામી બાબા વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી.