બોલિવૂડમાં અત્યારે સ્ટારકિડ્સની બોલબાલા સાતમા આસમાન પર છે. ઘણા સ્ટારકિડ્સ બોલિવૂડમાં ડેબ્યુ કરી રહયા છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન અને સ્વર્ગીય દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર ગણતરીની ફિલ્મો કરીને જ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ગઈ છે. ખૂબ જ ઓછા સમયમાં આ બંને સ્ટાર કિડ્સ ફિલ્મ નિર્માતાઓની પહેલી પસંદ બની રહી છે. જણાવી દઈએ કે જાહ્નવી કપૂરે ફિલ્મ ‘ધડક’ થી ડેબ્યૂ કર્યું હતું અને સારા અલીએ ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યુ કર્યું હતું. બંનેની ડેબ્યુ ફિલ્મ હિટ રહી હતી.

આ બંને અભિનેત્રીઓ સુંદરતા અને પ્રતિભામાં એકબીજાને જબરદસ્ત સ્પર્ધા આપી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે જો શ્રીદેવીએ રોકી ન હોત તો આ બંને અભિનેત્રીઓ કદાચ એકબીજાની દેરાણી-જેઠાણી બની ગઈ હોત. સારા અને જાહ્નવી બે સગા ભાઈઓના પ્રેમમાં હતી…

બોલિવૂડમાં આવતા પહેલા જાહ્નવી કપૂરના પ્રેમ પ્રકરણ વિશે તો સાંભળ્યું જ હશે. અહેવાલો અનુસાર, જાહ્નવી કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું એ પહેલા એક રાજકારણીના પુત્ર શિખર પહાડિયાને ડેટ કરી ચુકી છે. શિખર પહાડિયા પૂર્વ ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે. શિખરનો સગો ભાઈ વીર પહાડિયા, જેને સારા અલી ખાન ડેટ કરતી હતી. ખુદ સારા અલી ખાને આ વાતનો સ્વીકાર કર્યો હતો.

જોકે, જાહ્નવી શિખરને લઈને ઘણી ગંભીર હતી અને તે લગ્ન કરવા માટે તૈયાર હતી. જાહ્નવી અને શિખરના સંબંધો ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે બંનેનો કિસિંગ વીડિયો વાયરલ થયો. આ વીડિયો 2016માં એક મિત્રની પાર્ટીનો હતો. આ વીડિયો જોઇને શ્રીદેવી ખૂબ નારાજ થઈ અને જાહ્નવીને શિખરથી દૂર રહેવા કહ્યું, વીડિયો વાયરલ થયા પછી બંનેનું બ્રેકઅપ થયું હતું. અહેવાલો અનુસાર, જાહ્નવીની માતા શ્રીદેવીને જાહ્નવી શિખર સાથે કોજી ફોટા સોશ્યલ મીડિયા પર શેર કરે એ પસંદ ન હતું. શિખરને જાહ્નવી કપૂરના માતા-પિતા બોની કપૂર અને શ્રીદેવી સાથે પણ જોવામાં આવ્યો હતો.

બીજી તરફ થોડા સમય પછી સારાનું પણ વીર સાથે બ્રેકઅપ થઇ હૈયું હતું, પણ જે રીતે સારા અને જાહ્નવી તેમના સંબંધોને લઈને ગંભીર હતા, એ જોઈને એવું જ લાગતું હતું કે જો તેઓ પોતાના સંબંધોને આગળ વધારતે તો તેઓ બંને વાસ્તવિક જીવનમાં પણ દેરાણી-જેઠાણી બની જતે.

જો કે જાહ્નવીની ડેબ્યુ ફિલ્મ પછી તેનું નામ શાહિદ કપૂરના ભાઈ ઇશાન ખટ્ટર સાથે જોડવામાં આવી રહ્યું હતું અને સારા અલી ખાનનું નામ કાર્તિક આર્યન સાથે જોડવામાં આવતું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી એરફોર્સના પાઇલટ અને શૌર્ય ચક્ર વિજેતા ગુંજન સક્સેનાની બાયોપિકમાં જોવા મળશે અને જાહ્નવી કરણ જોહરની પિરિયડ ફિલ્મ તખ્તમાં પણ જોવા મળશે. સારા અલી ખાન છેલ્લે રણવીર સિંહ સાથે ફિલ્મ સિમ્બામાં જોવા મળી હતી અને હવે તો કાર્તિક આર્યન સાથે ફિલ્મ લવ આજ કલની રીમેક આજકલમાં જોવા મળશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.