પ્રેગનેન્ટ બેગમનેને હોસ્પિટલ લઈને પહોંચ્યો સૈફ, શું જલ્દી જ સેફનું ચોથું બાળક આવશે? લોકો કરી રહ્યા છે ટ્રોલ
બૉલીવુડની બેબો કરીના કપૂર ખાન આજકાલ પ્રેગનેંન્સીનો આનંદ માણી રહી છે. હાલ તેને સાતમો મહિનો ચાલી રહ્યો છે. હાલમાં જ કરીના 24 દિવસ હિમાચલમાં વેકેશનનો આનંદ માણીને પરત ફરી છે. સૈફ અલી ખાન હિમાચલમાં તેની આગામી ફિલ્મ ભૂત પોલીસનું શૂટિંગ કરી રહ્યો હતો. તે સમયે કરીના દીકરા તૈમુરને લઈને પતિ પાસે પહોંચી ગઈ હતી.

આ વચ્ચે કરીના પતિ સાથે મુંબઈના એક ક્લિનિકની બહાર સ્પોટ થઇ હતી. કરીના ક્લિનિકની બહાર જોવા મળતા ડિલિવરીની ચર્ચાએ જોર પકડયું છે. જણાવી દઈએ કે, કરીનાની ડીલેવરી ડેટ તો હાલ નથી પરંતુ રૂટિન ચેકઅપ માટે ક્લિનિક પર ગઈ હતી. આ દરમિયાન સૈફ તેની પત્નીની ધ્યાન રાખતો નજરે ચડે છે. કરીના નવા વર્ષે તેના બીજા બાળકને જન્મ આપશે.

ક્લિનિકની બહાર સ્પોટ થયેલી કરીના બેહદ ખુબસુરત લાગી રહી હતી. કરીનાએ લાઈટ બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો. કરીના નો મેકઅપ લુકમાં અને ચહેરા પર માસ્ક પહેરી રાખ્યું હતું. સામે આવેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, પ્રેગનેંન્સીમાં કરીનાનું વજન ઘણું વધી ગયું છે. સૈફ આજકાલ કરીનાનું બહુ જ ધ્યાન રાખી રહ્યો છે. શૂટિગના શેડ્યુઅલ દરમિયાન પણ સૈફ કરીનાને સાથે લઈને ગયો હતો.

ગર્ભાવસ્થામાં કરીના પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. તે તેના સ્વાસ્થ્યથી લઈને આહાર સુધી ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગર્ભાવસ્થા દરમિયાન કરીનાના ચહેરાની ગ્લો ઓછો નથી થયો જોકે તેનું વજન સતત વધતું જ રહ્યું છે. તેણે કેટલીક એડ શૂટ પણ કરી છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરીનાએ કહ્યું હતું કે તે કઈ વસ્તુ છે જે તે બીજી ગર્ભાવસ્થામાં પુનરાવર્તન કરવા માંગતી નથી. કરીનાએ કહ્યું હતું કે, તૈમૂરના સમયે જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે દરેક મને ઘણું ખાવાનું કહેતા હતા અને તેથી જ મારું વજન 25 કિલો વધ્યું છે. મારે ફરીથી એવું જ કામ નથી કરવું. હું ફક્ત સ્વસ્થ અને ફીટ રહેવા માંગું છું.

પ્રેગનેન્સીમાં કામ કરવા પર બોલતા કરીનાએ કહ્યું હતું કે, પ્રેગનેન્સી કોઈ રોગ નથી કે ઘરે બેસી જવાઈ. તે સાચું છે કે આમાં પણ કેટલીક સમસ્યાઓ છે. પરંતુ તમારે પોતાને બચાવવા જોઈએ. માત્ર પ્રેગનેન્સીને કારણે કામ છોડવુંએ યોગ્ય નિર્ણય નથી.

જણાવી દઈએ કે, સૈફ અલી ખાનને અત્યાર સુધી 3 બાળક છે તે ચોથા બાળકની તૈયારી કરી રહ્યા છે. સૈફને પહેલી પત્ની અમૃતાથી એક દીકરો ઇબ્રાહિમ અને દીકરી સારા અલી ખાન છે. તો બીજી પત્ની કરીનાથી એક દીકરો તૈમુર છે. કરીના કપૂર ટૂંક સમયમાં જ બીજા બાળકને જન્મ આપશે. હાલમાં જ કરીનાએ એક્ટર આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શુટીંગ પૂરું કર્યું છે.

કરીનાને તાજેતરમાં જ બીજા બાળકના નામ વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે તે તૈમૂરના નામના વિવાદથી શીખી ગયા છે અને કોઈ નામ પર વિચાર કર્યો નથી.