મનોરંજન

કરીના થઇ શરમથી પાણી-પાણી, એવું શું કહ્યું છોટે નવાબે

કરીના કપૂર ખાન બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. કરીનાની આ અભિનેત્રીઓમાં ગણતરી કરવામાં આવે છે જે એક સમયે એકથી વધુ પ્રોજેક્ટ પર ધ્યાન આપે છે. બેબો ક્યારેય કામ મેળવવાની ચિંતા કરતી નથી. હાલ કરીના ફિલ્મ લાલ સિંહ ચડ્ડાના શુટિંગ સાથે સાથે એક રેડિયો શોનું શૂટિંગ કરી રહી છે. તાજેતરમાં તેણે આ શો તેના પતિ સૈફ આમંત્રિત કર્યો હતો.

સૈફ તેની પત્ની કરીનાના રેડિયો શો ‘વોટ વુમન વોન્ટ’માં આવ્યો હતો. શો દરમિયાન સૈફ અને કરીના વચ્ચેની કેમિસ્ટ્રી જોવા મળી હતી. આ શોમાં કરીનાએ સૈફને ઘણા સવાલો પૂછ્યા, જેનો જવાબ સૈફે ખૂબ કાળજીથી આપ્યો. આ દરમિયાન કરીનાએ સૈફને કંઈક એવું પૂછ્યું કે, જવાબ સાંભળીને કરીના પોતે શરમની સાથે લાલ થઈ ગઈ.

હકીકતમાં શોમાં કરીનાએ સૈફને પૂછ્યું,’સૈફ એવી એક વસ્તુ છે કે જે લોકોએ તેમના લગ્ન જીવનમાં જરૂર કરવી જોઈએ. એવું કંઇક જે લગ્નજીવનમાં તાજગી જાળવી રાખે? ‘કરીનાના સવાલના જવાબમાં મોડું ન કરતા સૈફે સીધા કહ્યું, ‘રોલ પ્લે’. સૈફનો જવાબ સાંભળતા જ કરીના શરમથી લાલ થઈ ગઈ.

ત્યાર બાદ, કરીનાએ આ મામલો સંભાળ્યો અને કહ્યું, ‘ખરેખર,અમે લગભગ દરેક સંભવિત મુદ્દા પર અમારા શો પર વાત કરીએ છીએ, તેથી તે પણ ઠીક છે’. જોકે બાદમાં સૈફે કહ્યું, કે તે માત્ર મજાક કરતો હતો.

પછી સૈફે સવાલનો જવાબ આપતા કહ્યું,’જો તમે તમારા જીવનમાં કંઇક અલગ કરતા રહેશો તો એક તાજગી રહેશે. જેથી જ્યારે તમે દિવસના અંતે મળો, ત્યારે કંઈક થાય છે. સતત એ જ કામ કરવાથી લગ્ન કંટાળાજનક બને છે. તે જ સમયે, મને લાગે છે કે આ સ્પાર્કને જાળવવા માટે વધુ દબાણ ન લેવું જોઈએ. તમે હંમેશાં તમારા ચાર્મને જાળવી શકતા નથી.’

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.