મનોરંજન

સારા અલી ખાન બાળપણથી જ છે મસ્તીખોર, તેની સાબિતી છે આ 10 ફોટો મમ્મી-પપ્પા સાથે જુઓ

લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર સેલેબ્સ પોતાના જૂના ફોટો જ શેર કરે છે. આ ફોટોઝને ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે. ફોટોઝ અને વીડિયો દ્વારા સેલેબ્સ પોતાના ફેન્સ સાથે કનેક્શન પણ બનાવી રાખે છે.

એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર એક પ્રેમાળ ફોટો જોવા મળી રહી છે. આ ફોટો સૈફ અલી ખાનની લાડલી સારા અલી ખાનનો છે. જી, હાં ફિલ્મફેરે પોતાના ઇનસ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે.

તે ફોટોમાં સારા પોતાના પિતા સૈફ અલી ખાનને કંઇક ખવડાવી રહી છે. સારાએ બે ચોટલી વાળીને પાપા સૈફના ખોળામાં બેઠેલી ખુબ જ ક્યુટ દેખાઇ રહી છે.

આ ફોટામાં પિતા અને દીકરી વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ જોઇ શકાય છે. સારા સૈફના આ ફોટો પર ફેન્સના મોંઢામાંથી માત્ર Awww…જ નીકળી રહ્યું છે. આ અગાઉ પણ સારાએ પોતાની બાળપણની ફોટો શેર કરી હતી. જેમાં તે દુલ્હન જેવી તૈયાર થઇ હતી.

આ ફોટાની સાથે સારાએ એક સરસ કેપ્શન લખ્યું હતું. તેણે લખ્યું હતું કે,`મારા સપનોની રાણી પહેલેથી જ હું હતી.’

સારા વિશે વાત કરીએ તો પટૌળી પરિવારની શહેઝાદી છે. પરંતુ તે પોતાની સામાન્ય છોકરી જ માને છે. સારાને બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનો શોખ હતો. તેણે વિચારી લીધું હતું કે તે મોટી થઇને ફિલ્મોમાં જ કામ કરશે.

સારા બાળપણમાં પિતા સૈફ સાથે એવોર્ડ ફંકશનમાં જતી હતી, અને સ્ટાર્ડમનો અનુભવ કરતી હતી. તેણે વિચાર્યુ હતુ કે ભવિષ્યમાં તેણે પણ આજ કામ કરવાનું છે.

સારા અલી ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો જલ્દી તે ફિલ્મ ‘કુલી નં-1’માં વરુણ ધવન સાથે જોવા મળશે. ત્યાર બાદ ફિલ્મ ‘અંતરગી રે’માં અક્ષય કુમાર અને ધનુષ સાથે જોવા મળશે. જો કે ફિલ્મ ‘અંતરંગી રે’ 2021માં રિલિઝ થશે.

ઉલ્લેખનીય છે કે, સારાએ ફિલ્મ `કેદારનાથ’ દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યું ત્યાર બાદ તેણે `સિમ્બા’ તથા `લવઆજકલ2’માં પણ કામ કર્યું છે. જેમાં તેના કામના વખાણ થયા હતા. બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ કુલી નંબર-1ની તૈયારીમાં લાગી છે. સારા અલી ખાન ફિલ્મના સિલસિલામાં તેન ટિમ સાથે ગોવા ગઈ છે. ગોવાથી જોડાયેલી ઘણી તસ્વીર અને વિડીયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ તસ્વીર હાલ ફેન્સને બહુ જ પસંદ આવી રહી છે.

Image Source

સારા અલી ખાને હાલમાં જ 18.7 મિલિયન ફોલોઅર સાથે એક ફેમિલી તસ્વીર શેર કરી છે. સારાએ તેની માતા અમૃતાસિંહ અને તેનો ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે એક તસ્વીર શેર કરી છે.

Image Source

આ ત્રણેય હાલ ગોવામાં છે. સારા તેની આગામી ફિલ્મ ‘કુલી નંબર-1નું ગીત શૂટ કરી રહી છે. આ સાથે જ પરિવાર સાથે વેકેશનનો આનંદ માણી રહી છે.સારા અલીખાનની ગ્લેમરસ તસ્વીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ તસ્વીરમાં સારા અલી ખાનનો અલગ જ અંદાજ જ જોવા મળે છે.

Image Source

એક તસ્વીરમાં તમે જોઈ શકો છો કે સારા રીક્ષા ચલાવે છે. તો ભાઈ ઇબ્રાહિમ આ રાઈડની મજા લે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.