ફિલ્મી દુનિયા

સૈફ અલી ખાને આપી સફાઈ, ડ્રગ ચેટ કેસ બાદ સારા અલી ખાનથી બનાવી દુરી ?

સારા ડ્રગ ચેટમાં ઝપટે ચડી એમાં બાપ સાથે ડખ્ખો થયો? જાણો વિગત

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ ઘણા મોટા-મોટા બૉલીવુડ સેલેબ્સની પુછપરછ કરવામાં આવી છે. આ સેલેબ્સમાં સારા અલી ખાન પણ શામેલ છે. કથિત રીતે સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ સારા અલી ખાનને એનસીબીએ સમન્સ પાઠવ્યા બાદ ગોવાથી મુંબઈ આવી ગઈ હતી. સારા પર ડ્રગ્સનો ઉપયોગ અને ખરીદવાનો આરોપ લાગ્યો હતો. આ બાદ ખબર આવી હતી કે, સારાની પુછપરછ બાદ આ કેસથી દૂર રહેવા માટે સૈફ અલી ખાન તેની પત્ની કરીના અને પુત્ર તૈમુર સાથે દિલ્લી ચાલ્યો ગયો છે. આ મુદ્દા પર સૈફનું રિએક્શન સામે આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan Pataudi 🌺 (@saraalikhannfc) on

એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન સૈફએ કહ્યું હતું કે, તે તેના ત્રણેય બાળકોને બેહદ પ્રેમ કરે છે. તે હંમેશા તેની માટે હાજર જ હોય છે. સૈફે એ પણ કહ્યું હતું કે, તે તેના બંને મોટા બાળકોથી વધુ સમય તૈમુર સાથે વિતાવે છે. આ સાથે જ તેને કહ્યું હતું કે, તે મોટા દીકરા ઇબ્રાહિમ અને દીકરી સારાના સંપર્કમાં રહે છે. ત્રણેય બાળકો માટે તેના દિલમાં એક અલગ જ જગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by weeeeeee2 (@bollywoodangels8) on

સારાના કેસ પર વાત કરતા સૈફે કહ્યું હતું કે, જો તે સારા પર કોઈ વાતને લઈને નારાજ છે તો તૈમુર કંઈ કરી શકે નહીં. તમારે તમારા બાળકોને પ્રેમ આપવો પડે છે. સૈફએ કહ્યું હતું કે, તેના ત્રણેય બાળકો અલગ-અલગ ઉંમરના છે તો તેને અલગ-અલગ કનેક્શનની જરૂરત છે. સૈફ ફોન અથવા ચેટ પર સારા અને ઇબ્રાહિમ સાથે લાંબી વાતચીત કરી શકે છે પરંતુ તૈમુર સાથે નથી કરી શકતો. તેથી તે વધુ સમય તૈમુર સાથે વિતાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

જણાવી દઈએ કે, ડ્રગ ચેટ કેસમાં નામ સામે આવ્યા બાદ એનસીબીએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકૂલ પ્રીત સિંહથી પુછપરછ કરી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે, પુછપરછમાં સારાએ વાતનો સ્વીકાર કર્યો હતો કે તે સુશાંતની સારી મિત્ર હતી અને તે તેના ફાર્મહાઉસ પર જતી હતી. પરંતુ તેને ડ્રગ્સ લેવાની વાતનો ઇન્કાર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan Pataudi 🌺 (@saraalikhannfc) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.