બેગમ કરીના કપૂરને ખુશ કરવા માટે સૈફ અલી ખાને કર્યું આ કામ, એક રાતમાં….

પોતાનાથી ૧૦ વર્ષ નાની જુવાન બૈરાંને ખુશ કરવા માટે સૈફ અલી ખાને કર્યું આ કામ, એક રાતમાં….

બોલીવુડના નવાબ કહેવાતા સૈફ અલી ખાન અને કરીના કપૂરે વર્ષ 2012માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંને વચ્ચે રિલેશન 2008માં શરૂ થયું હતું અને ચાર વર્ષ ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આજે અમે બંનેના રિલેશનની અમુક અજાણી વાતો જણાવીશું. આજે બંનેના લગ્નના 9 વર્ષ થઇ ચુક્યા છે અને બંનેના બે ક્યૂટ દિકરાઓ પણ છે. બી ટાઉનના રોયલ કપલ એવા સૈફ-કરીનાને લૈવીશ વસ્તુઓનો ખુબ જ શોખ છે.

પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં તેઓ એકબીજા માટે સમય કાઢી જ લે છે અને વેકેશન માટે દેશ વિદેશમાં ફરતા રહે છે. સૌથી ખાસ વાત એ પણ છે કે સૈફ કરીનાને ખુશ કરવા માટે માત્ર એક રાત વેકેશન પર રોકાવા માટે મોટી રકમ પણ ખર્ચ કરી નાખે છે.અવાર નવાર સૈફ-કરીના બાળકો સાથે વેકેશન પર જતા રહે છે, આ લિસ્ટમાં તેમનું પ્રિય સ્થળ માલદીવ છે. કરીનાને માલદીવ ખુબ જ પસંદ છે અને તે અવાર નવાર પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે જતી રહે છે.

એક વાર કરીના-સૈફ માલદીવમાં સોનેવા ફુશી નામની 5-સ્ટાર પ્રોપર્ટી પર રોકાયા હતા. બા એટોલ યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વમાં સ્થિત,સોનેવા ફુશી 64 લકઝરી બિચફ્રન્ટ વિલા અને આઠ ઓવર-વાટર રિટ્રીટ પ્રદાન કરે છે, જેનો આકાર એકથી નવ બેડરૂમ સુધી છે. આ પ્રોપર્ટીમાં સુખ સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. સોનેવા વેબસાઈટના આધારે વિલાની કિંમત ભારતીય કરન્સી અનુસાર 18.65 લાખ રૂપિયા માત્ર એક રાતના છે. આ શાનદાર વિલામાં શાનદાર વ્યૂઝ જોવા મળે છે.

કરીનાને વેકેશન અને બિન્દાસ લાઈફ સ્ટાઈલનો ખુબ જ શોખ છે. એવામાં કરીના ક્યારેક પોતાની બહેન કરિશ્મા તો ક્યારેક પોતાની ગર્લ ગેંગ સાથે તો ક્યારેક સૈફ અને બાળકો સાથે વેકેશન પર જતી રહે છે.આગળના વર્ષે પણ કરીનાએ પોતાનો જન્મદિવસ માલદીવમાં બાળકો અને પરિવાર સાથે ઉજવ્યો હતો.જો કે કરીનાને વિદેશોની સાથે સાથે પોતાના પટૌડી પેલેસમાં પણ રજાઓ વિતાવવી ખુબ પસંદ છે.

એક સમયે સૈફને ઇગ્નોર કરતી કરીના આજે સૈફ પર ખુબ પ્રેમ લૂંટાવે છે.વર્ષ 2002માં જી સીને એવોર્ડમાં કરીનાને કવિન ઓફ હાર્ટ્સ તરીકે પસંદ કરવામાં આવી હતી. શોને સૈફ અલી ખાન હોસ્ટ કરી રહ્યા હતા. સૈફે એવોર્ડ આપવા માટે સ્ટેજ પર અક્ષય ખન્નાને બોલાવ્યો હતો. જેના બાદ કરીના સ્ટેજ પર પહોંચી અને એવોર્ડ રિસીવ કર્યો હતો. જેના પછી કરીના અક્ષય ખન્ના અને અન્ય ગેસ્ટને ગળે લગાડતી જોવા મળી હતી પણ સૈફને પુરી રીતે ઇગ્નોર કર્યો હતો.

જણાવી દઈએ કે સૈફ-કરીનાએ વર્ષ 2006માં પહેલી વાર સાથે કામ કર્યું હતું. બંને ઓમકારામાં જોવા મળ્યા હતા પણ તેઓ એકબીજાના અપોઝીટ ન હતા. વર્ષ 2006માં બંને ટશન ફિલ્મમાં  જોવા મળ્યા હતા અને અહીંથી જ બંનેની પ્રેમ કહાનીની શરૂઆત થઇ હતી.સૈફ કરીનાને જોતા જ તેના પર ફિદા થઇ ગયા હતા અને પ્રોપઝ કર્યું હતું અને વર્ષ 2012માં લગ્ન કરીને બંને એકબીજાના હમસફર બની ગયા.

Krishna Patel