મનોરંજન

આંખોમાં ગુસ્સો અને લાલ બંડીમાં જોવા મળ્યો લાડલો, સૈફ અને કરીના સાથે નીકળ્યો ઇવનિંગ વૉક ઉપર

કરીના ખાન લાડલાનો મગજ ગયો, જુઓ તસવીરો

કરીના કપૂર હાલ પોતાની બીજી પ્રેગ્નેન્સીના દિવસો માણી રહી છે, આ દરમિયાન ઘણી જગ્યાએ પોતાના બેબી બમ્પ સાથે સ્પોટ થતી પણ જોવા મળે છે. કરીનાની જેમ તેનો લાડલો તૈમુર પણ અવાર નવાર સ્પોટ થતો હોય છે, ત્યારે ગુરુવારની સાંજે કરીના અને સૈફ સાથે તૈમુર પણ ચાલવા માટે નીકળ્યો હતો, તે દરમિયાન તે કેમેરામાં પણ કેદ થયા હતા, જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

Image Source

સાંજના સમયે વૉક ઉપર કરીના અને સૈફ સાથે નીકળેલા તૈમુરની આંખોમાં ગુસ્સો જોવા મળી રહ્યો હતો, સાથે તે લાલ રંગની હાલ્ફ ટી શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો. તૈમુર એકવાર ફરી ફોટોગ્રાફરને પોતાનો ફોટો ક્લિક કરવા માટે ઈશારો કરતો નજર આવ્યો, ફોટો ક્લિક થતો જોઈને તૈમુરની આંખોમાં ગુસ્સો પણ જોવા મળી રહ્યો હતો.

Image Source

તો આ દરમિયાન કરીના મેકઅપ વગરના લુકમાં થોડી ઉદાસ અને પરેશાન નજર આવી રહી હતી. તેને સિંગલ સ્ટ્રીપ વાળું પ્રિન્ટેડ ગાઉન પહેર્યું હતું.

Image Source

વાત જો સૈફ અલી ખાનની કરવામાં આવે તો તેને લાઈટ કલરની ટી શર્ટ અને શોર્ટ્સ પહેર્યું હતું. સાથે ચહેરા ઉપર લાલ રંગનું કપડું અને ચશ્મા પણ પહેર્યા હતા.

Image Source

તૈમુર તેના પિતાની આંગળી પકડીને ચાલી રહ્યો હતો, તો કરીના અને તૈમુર બંનેએ માસ્ક પણ પહેરી રાખ્યા હતા.

ક્રિસમસના દિવસ ઉપર કરીનાએ અને સૈફ અલી ખાને દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરિવાર અને કેટલાક ખાસ મિત્રો સાથે ક્રિસમસની પાર્ટી હોસ્ટ કરી હતી. જેમાં કરિશ્મા કપૂર પણ પોતાની દીકરી સમાયરા કપૂર સાથે પહોંચી હતી. તો કૃણાલ ખેમુ પણ પોતાની પત્ની સોહા અલી ખાન સાથે હાજર હતો. કરીના કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ  ઉપર ડિનર ટેબલ પરનો  ફોટો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

તો બીજા એક વાયરલ થઇ રહેલા વીડિયોમાં પણ તૈમુર કરીના સાથે ચાલવા દરમિયાન ગુસ્સો કરતો નજર આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ફોટોગ્રાફરના ફોટો પાડવા દરમિયાન ફ્લેશ લાઈટ પડે છે ત્યારે તૈમુર ગુસ્સે થાય છે, અને “નોટ એલાઉડ”ની બૂમો પાડવા લાગે છે, ત્યારબાદ કરીના તેને પકડીને અંદર લઇ જાય છે.