મનોરંજન

લોકડાઉનમાં દીકરા તૈમુર માટે વાણંદ બન્યો સૈફ, કરીના કપૂરે શેર કર્યો ફોટો- જુઓ તસવીરો

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. પહેલા 3 મેના રોજ લોકડાઉન ખુલવાનું હતું, પરંતુ હવે સરકાર દ્વારા લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. 17મી મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના સમયમાં તમામ બોલિવુડ સ્ટાર પોતાના ઘરમાં કેદ છે.

તે સાથે સ્ટાર્સ ઘરે બેઠા જે એક્ટિવિટી કરે છે. તેની જાણ તેમના ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા અચુક કરે છે.

હાલમાં સૈફઅલી ખાન અને દીકરા તૈમુરનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમાં સૈફઅલી ખાન હાથમાં કાતર લઇને તૈમુરની પાછળ ઉભેલો જોવા મળે છે.

હકીકતમાં સૈફ દીકરાના વધેલા વાળ કાપવા માંગે છે. પરંતુ પપ્પાને જોઇને તૈમુરના રિએક્શન પરથી ખ્યાલ આવી રહ્યો હતો કે તે વાળ કપાવવા ઇચ્છતો નથી. તાજેતરમાં કરીના કપૂર ખાને એક ફોટો પોસ્ટ કર્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ પોસ્ટને લાઇક અને શેર કરી રહ્યાં છે તે સાથે જ ફેન્સ કમેન્ટ પણ કરી રહ્યાં છે. એક ફેન્સે કહ્યું કે,`આ તો સૌથી સુરક્ષિત બાર્બર છે’, ત્યાં જ એક વ્યક્તિ કહ્યું કે,`અરે બાળકને એકલા છોડી દો.’

એક ફેન્સે કમેન્ટમાં લખ્યું છે કે,`દુનિયાનો સૌથી ક્યુટ કસ્ટમર અને સૌથી હોટ બાર્બર.’ તો અમુક લોકો હાર્ટનું ઇમોજી કમેન્ટમાં મુકીને ફોટોને ક્યુટ કહી રહ્યાં છે.

થોડા સમય પહેલા જ સૈફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે,`જ્યારે કરીના તૈમુરનો કોઇ ફોટો અપલોડ કરે છે, જે તે નથી ઇચ્છતા કે અપલોડ થાય ત્યારે તે કરીના પર બુમો પાડે છે.’

ઇન્ટરવ્યુ દરમિયાન સૈફને પુછવામાં આવ્યું કે, તે કેવા પ્રકારના ફોટો કરીના અપલોડ કરે તેવું ઇચ્છો છો? તો જવાબમાં સૈફે કહ્યું કે,`બુક્સ વાંચતા તૈમુરની ફોટો કરતા સમુદ્ર કિનારે 6 પેક્સ એબ્સ દેખાતો ફોટો શેર કરે તેનાથી તેને ખુબ જ ખુશી થશે.’

એક વખત સૈફે કરીના વિશે કહ્યું કે,`તે તૈમુરને બગાડી રહી છે. તૈમુર જો સ્કૂલ જવાની ના પાડે તો કરીના તેને લડતી પણ નથી. કરીના તેમુરને ખુબ જ પ્રેમ કરે છે, તે હંમેશા તેની સાથે રહેવા ઇચ્છે છે. ઘણી વખતે તૈમુરને પોતાની સાથે સેટ પર પણ લઇને જાય છે.’

ઉલ્લેખનીય છે કે તૈમુરનો જન્મ 20 ડિસેમ્બર, 2016માં થયો હતો. તૈમુરનો દેખાવ કપૂર પરિવાર પર ગયો છે. સ્ટાર કિડ્ઝમાં તૈમુર સૌથી પોપ્યુલર કિડ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.