મનોરંજન

2700 કરોડની પ્રોપર્ટીની માલકીન છે સૈફની બહેન, જે ના ફિલ્મોમાં દેખાય છે ના કેમેરા સામે, 44 વર્ષે હજુ પણ છે કુંવારી

મળો સૈફની 43 વર્ષીય કુંવારી લાડલી બહેન ‘સાબા અલી ખાન’ને, સુંદરતા એવી કે નજરો ફેવિકોલ ની જેમ ચોંટી જશે

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન દેશભરમાં ખુબ જ જાણીતું નામ છે. તેની નાની બહેન સોહા અલી ખાન પણ ફિલ્મોમાં અને કેમેરા સામે હરદમ છવાયેલી જોવા મળે છે. પરંતુ સૈફ અલી ખાનથી નાની અને સોહા અલીખાનથી મોટી પણ એક બહેન છે જે ક્યારેય ના ફિલ્મોમાં દેખાઈ છે ના ક્યારેય કેમેરા સામે આવવાનું પસંદ કરે છે તે છતાં પણ તે એક મોટી હસ્તી છે અને એક ખાસ વાતે એ છે કે તે ફિલ્મ અને કેમેરાથી દૂર હોવા છતાં પણ આજે 2700 કરોડની સંપત્તિની માલિક છે.

Image Source

અભિનેત્રી શર્મિલા ટાગોરને ત્રણ બાળકો હતા જેમાં સૌથી મોટો સૈફ અલી ખાન અને સૌથી નાની દીકરી સોહા અલી ખાન જેને આખો દેશ ઓળખે છે પરંતુ બીજા નંબરની દીકરીને કદાચ બહુ જ ઓછા લોકો ઓળખે છે. જે દેખાવમાં પણ કોઈ અભિનેત્રીથી કમ નથી છતાં પણ તે પોતાના શરમાળ સ્વભાવના કારણે ક્યારેય કેમેરા સામે આવતી નથી, ના તેને ક્યારેય ફિલ્મોમાં પગ મુકવાનું વિચાર્યું છે અને પોતાના સ્વતંત્ર વ્યવસાય દ્વારા તે કરોડોની સંપત્તિ ધરાવે છે.

Image Source

સૈફ અલી ખાનની બહેનનું નામ છે સબા અલી ખાન. સબા ફિલ્મોથી અને લાઇમ લાઇટથી ખુબ જ દૂર રહે છે. તે અત્યારે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી રહી છે અને કરોડોની કમાણી પણ કરે છે. બીજી એક ખાસ વાત એ છે કે સબા 44 વર્ષની હોવા છતાં પણ હજુ અવિવાહિત છે. તેને હજુ સુધી લગ્ન પણ નથી કર્યા. સૈફ અલી ખાને જયારે બીજીવાર કરીના કપૂર સાથે લગ્ન કર્યા અને નાની બહેન સોહા અલી ખાને કૃણાલ ખેમુ સાથે લગ્ન કર્યા પરંતુ સબાએ અવિવાહિત રહેવાનું જ પસંદ કર્યું છે.

Image Source

સબા અલી ખાન જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલી છે, તે ડિઝાઈનર છે. તેને થોડા સમય પહેલા એક ડાયમન્ડ ચેઇન પણ શરૂ કરી છે. આ સિવાય તે પટૌડી પરિવારનો હિસાબ કિતાબ પણ સાચવે છે. આપણે સૌ જાણીએ છીએ એમ પટૌડી પરિવાર એક રાજવી પરિવાર છે. સબા ભોપાલની અંદર ઐકાફ-એ-શાહીની મુખ્ય પ્રતિનિધિ છે. ભારત સરકાર અને ભોપાલ રિયાસતના તત્કાલીન નવાબ હમીદુલ્લા ખાન વચ્ચે થયેલા એક કરારમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે ઔકાફ-એ-શાહી પાર વક્ફ બોર્ડનો કોઈ અધિકાર નહીં હોય. નવાબ પરિવાર દ્વારા જ રચેલી આ સ્વતંત્ર સંસ્થા છે.

Image Source

પટૌડી પરિવારના મોટાભાગના સદસ્યો જયારે ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા છે ત્યારે સબા ક્યારેક જ કોઈ તસવીરમાં જોવા મળે છે. તે ખુબ જ સુંદર પણ છે અને સમજદાર પણ તે છતાં પણ તે ક્યાંય હાઈલાઈટ થવાનું પસંદ નથી કરતી. સૈફની પત્ની કરીના સાથે પણ તેનું સારું બોન્ડિંગ જોવા મળે છે. પારિવારિક તહેવારોમાં પણ તે હાજર હોય છે તે છતાં પણ કેમેરા સામે આવવાનું ખાસ પસંદ નથી કરતી. કરીના માટે તેને ઘણીવાર ઘણા ઘરેણાં અને ડાયમન્ડ સેટ પણ તૈયાર કર્યા છે.

Image Source