અદ્દભુત-અજબગજબ જીવનશૈલી

નવાબ સૈફનો પટૌડી પેલેસ છે જબરદસ્ત ભવ્ય, કરીના છે ભારે નસીબદાર! 15 તસ્વીરો

બોલિવૂડ એક્ટર અને નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan) માત્ર નામથી નહીં પણ લાઇફ સ્ટાઇલથી પણ નવાબ જેવો છે. સૈફના પટૌડી પેલેસને જોઈને તેની લાઇફસ્ટાઇલનો અંદાજ લગાવી શકાય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પેલેસમાં 150થી પણ વધારે રૂમ છે. પટૌડી પેલેસ બહાર વિશાળ લોન પણ છે. તો ચાલો જોઈએ આવા ભવ્ય પટૌડી પેલેસની તસવીરો…

સૈફ ઘણીવાર પોતાના પરિવાર સાથે પટૌડી પેલેસમાં રજા પસાર કરવા આવે છે.તમને જણાવી દઈએ કે પટૌડી પેલેસમાં અનેક ફિલ્મોના શૂટિંગ કરવામાં આવ્યા છે. પટૌડી પેલેસની સફેદ દિવાલો અને લાંબી સીડી તેને ભવ્યતા આપે છે.

Image Source

પણે સૌ જાણીએ છીએ કે સૈફ સાથે લગ્ન કરતા પહેલા કરીના કપૂર અન્ય કલાકારો સાથે પણ રિલેશનમાં રહી ચુકી હતી. તો સૈફ અલીખાનને પણ અમૃતા સિંહ સાથે લગ્ન થયા હતા. સૈફ અલીખાનને 2 બાળકો છે.

Image Source

શાહિદ કપૂર સાથેના બ્રેકઅપ પછી કરીના અને સૈફ અલી ખાનની નજીકતા વધી ગઈ હતી. બંને એ એકબીજા સાથે પાંચ વર્ષ ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા.

Image Source

સૈફ અલી ખાનના પિતા મન્સુર અલીખાન પટૌડી પણ જાણીતા ક્રિકેટર હતા. સૈફ અલી ખાન નવાબ ફેમિલી માંથી આવે છે. તેની પાસે એકથી એક શાનદાર ઘર છે. આજે અમે તેમને સૈફનો હરિયાણામાં આવેલો નવાબી મહેલ ‘પટૌડી પેલેસ’ ની ખાસ તસ્વીરો દેખાડીશું.

Image Source

જણાવી દઈએ કે આ ‘પટૌડી પેલેસ’ ની કિંમત 800 કરોડ રૂપિયા છે.આ પેલેસ 10 એકરમાં ફેલાયેલો છે. આ ‘પટૌડી પેલેસ’ 81 વર્ષ કરતા પણ જૂનો છે જેમાં 150 રૂમ છે. જેમાં 7 ડ્રેસિંગ રૂમ,7 બેડ રૂમ,સાથે ડ્રોઈંગ રમ અને ડાઇનિંગ રૂમ પણ છે. આ પેલેસમાં ‘મંગલ પાંડે’,’વીર ઝારા’,ગાંધી: માય ફાધર, મેરે બ્રધરકી દુલહન ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું।

Image Source

પટૌડી પેલેસનું નિર્માણ 1953માં 8માં નવાબ ઇફ્તિખાર અલી હુસૈન સિદ્દીકીએ કરાવ્યું હતું.એક સમય હતો જ્યારે આ મહેલમાં 100થી પણ વધારે નોકરો કામ કરતા હતા.

Image Source

આ પેલેસમાં ખુબ મોટું મેદાન છે અને ઘોડાઓ માટેનો પણ એક મોટો તબેલો બનેલો છે. 9માં નવાબ મન્સુર અલી એટલે કે નવાબ પટૌડીએ તેનું રીનોવેશન કરાવડાવ્યું હતું.

Image Source

સૈફ-કરીના માટે પટૌડીપેલેસને એક મહેલની જેમ તૈયાર કરાવડાવામાં આવ્યું હતું.આ રૂમ કરીના-સૈફનાં લગ્ન પહેલા જ બન્યો હતો. કરીનાએ પટૌડી પેલેસમાં સૈફ અલી ખાન સાથે અહીં પોતાનો 35મોં જન્મદિવસ ઉજવ્યો હતો.

Image Source

હાલમાં તો સૈફ અલી ખાન અને કરીના મુંબઈમાં તેના પુત્ર તૈમુર સાથે રહે છે. હાલમાં જ સૈફ હિટ શો નેટફ્લિક્સનું શૂટિંગમાં વ્યસ્ત છે. તો કરીના કપૂર કરણ જોહરની આગામી ફિલ્મ ‘તખ્ત’માં રણવીર સિંહ,વિકી કૌશલ, આલિયા ભટ્ટ,અનિલ કપૂર,જ્હાન્વી કપૂર,અને ભૂમિ પેડનેકર સાથે ઝળકશે।

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.