કોરોનાથી પીડાતી બેગમ કરીનાથી દુર નથી રહી શકતો નવાબ સેફ, કરીનાની એક ઝલક જોવા કર્યું આ કામ

કોરોનાથી પીડાતી બેગમથી દુર ના રહી શક્યો નવાબ, કરીનાની એક ઝલક જોવા કર્યું આ કામ

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર હાલ કોરોના પોઝિટિવ છે. તે અને તેની ખાસ ફ્રેન્ડ અમૃતા અરોરા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ બંને કરણ જોહરની પાર્ટીમાં ગયા હતા જેમાંથી આવ્યા બાદ બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારે આ સમયે કરીના તેના ઘરમાં જ આઇસોલેટ છે.

કરીના કપૂર ખાને ગત ગુરુવારના રોજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર પતિ સૈફ અલી ખાનથી દૂર એક તસવીર શેર કરી હતી. અભિનેત્રીએ તેના ચાહકો અને અનુયાયીઓને પણ ચેતવણી આપી કે વાયરસ “ગુપ્ત” છે.  તેને લખ્યું કે, “સારું છે તો અમે હજુ પણ… કોરોના કાળમાં પ્રેમમાં છીએ. એ ના ભૂલશો દોસ્તો આ સંતાયેલો છે.”

કરીના કપૂર દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં સૈફ અલી ખાનનો કરીના પ્રત્યેનો પ્રેમ જોવા મળી રહ્યો છે. જયારે કરીના કોરોના પોઝિટિવ આવી ત્યારે સૈફ શહેરમાં નહોતો, પરંતુ તેના જાણ તથા તરત જ તે ઘરે પરત ફર્યો હતો અને નજીકની છત ઉપર જઈને તેને કરીનાને પોતાની આંખોથી જોઈ હતી.

કરીનાએ થોડા સમય પહેલા જ પોતાનું કોરોના પરીક્ષણ કરાવ્યું હતું અને પોઝિટિવ આવતા જ પોતાને ઘરમાં જ આઇસોલેટ કરી લીધી હતી. અભિનેત્રીએ એક નિવેદન જાહેર કરી અને કહ્યું હતું કે તેના પરિવાર અને કર્મચારીઓએ બંને ટીકા લઇ લીધા છે અને તેમનામાં કોઈપણ લક્ષણ દેખાઈ નથી રહ્યા.

પોતાના પહેલા જાહેર કરેલા નિવેદનમાં અભિનેત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે તે ઠીક અનુભવી રહી છે અને તે જલ્દી જ સાજા થવાની આશા રાખે છે. તેના લખ્યું હતું કે, “મેં કોરોના માટે સકારાત્મક પરીક્ષણ કરાવ્યું છે. મેં બધા જ ચિકિત્સા પ્રોટોકોલનું પાલન કરતા તરત પોતાને અલગ કરી લીધી છે. હું એ દરેક વ્યક્તિને અનુરોધ કરું છું કે જે મારા સંપર્કમાં આવ્યા હોય તે પરીક્ષણ કરાવી લે. મારા પરિવાર અને કર્મચારીઓને પણ બંને ડોઝ લાગી ગયા છે. તેમને હાલમાં કોઈ લક્ષણ નથી દેખાઈ રહ્યા. સારું છે કે હું ઠીક અનુભવી રહી છું અને જલ્દી જ સ્વસ્થ થઇ જઈશ.”

Niraj Patel