હાલના સમયે ક્રિકેટ મેચનો જોર ચાલી રહ્યો છે.આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે કાલે હાઈવોલ્ટેજ મેચ રમાઈ હતી.મેચ દરમિયાન ઘણા બૉલીવુડ કિરદારો તથા અન્ય જાણીતી હસ્તીઓ પણ મેદાનમાં આપણા ભારતીય ક્રિકેટરોને ચીયરઅપ કરવા માટે પહોંચી હતી.જેમાં રણવીર સિંહ પણ પોતાના ખાસ અને અલગ જ અંદાજમાં નજરમાં આવ્યા હતા. આ સિવાય અભિનેતા સૈફ અલી ખાન પણ ભારતિય ક્રિકેટરોને સપોર્ટ કરવા માટે પહોંચ્યા હતા.
View this post on Instagram
⚡️⚡️⚡️ Photo by @rishamkbawaphotography Make up by @anumariyajose Hair by @iosiswellness
જણાવી દઈએ કે રવિવારના રોજ ભારતે પાકિસ્તાન કરતા 89 વધારે કરીને પોતાની જીત મેળવી હતી.માનચેસ્ટરમાં મેચમાં રમાયેલા મેચમાં ભારતે 6 વિકેટ પર 336 રન બનાવ્યા હતા જ્યારે તેના વિરુદ્ધ પાકિસ્તાન ટિમ 6 વિકેટ પર માત્ર 212 જ રન બનાવી શક્યા હતા.
જણાવી દઈએ કે ક્રિકેટ મેચ દરમિયાન દરેક કોઈના આકર્ષણનું કેન્દ્ર એક છોકરી બની હતી જે અભિનેતા સૈફ અલી ખાનની સાથે જોવા મળી હતી. આ યુવતી બીજુ કોઈ નહિ પણ એક જમાનાની ફેમસ અદાકારા પૂજા બેદીની દીકરી આલીયા ફર્નીચરવાલા હતી જે સૈફ અલી ખાનની સાથે ભારતીય ક્રિકેટ ટીમને ચીયરઅપ કરતી જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર સૈફ-આલિયાનો આ વિડીયો પણ વાઇરલ થઇ રહ્યો છે જેમાં સૈફ અને આલિયા ટિમ ઇન્ડિયાને સપોર્ટ અને ચીયર કરતા નજરમાં આવી રહ્યા છે. વાઇરલ થયેલી તસ્વીરોમાં સૈફ-આલિયા ક્રિકેટ ટીમની બ્લુ રંગની ટીશર્ટમાં દેખાઈ રહ્યા છે.જણાવી દઈએ કે આલિયા સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો અને વિડીયો પોતાના એકાઉન્ટ પર શેયર કરતી રહે છે.
જણાવી દઈએ કે આલિયા, સૈફ અલી ખાન સાથે ફિલ્મ જવાની જાનેમનમાં નજરમાં આવવાની છે. આ ફિલ્મની શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થાવાની છે. ફિલ્મમાં આલિયા સૈફ અલી ખાનની દીકરીનો અભિનય કરતી જોવા મળવાની છે.ફિલ્મની શૂટિંગના પહેલા આલિયા ફર્નીચરવાલા સૈફ અલી ખાન તથા બાકીના કલાકારો સાથે લંડનમાં સમય પસાર કરવાની છે.
View this post on Instagram
રવિવારની મેચના દરમિયાન પૂજા બેદીએ સૈફ અને આલિયાની તસ્વીર પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. ટ્વીટ કરતા પૂજા બેદીએ લખ્યું કે,”લંડનમાં વર્લ્ડ કપ મેચના દરમિયાન સૈફ અલી ખાન અને મારી દીકરી આલિયા. તેની ડેબ્યુ ફિલ્મ જવાની જાનેમનની શૂટિંગની ખાસ શરૂઆત.સૈફ અલી ખાન આલિયાની પિતાની ભૂમિકામાં છે અને તે ફાધર્સ ડે ના દિવસે શૂટ કરવામાં આવ્યું છે. આ નવી ખાસ શરૂઆત માટે ખુબ શુભકામનાઓ”.
My daughter Alaia with Saif Ali Khan at the world cup match in London. Perfect start to their shoot together for her Debut film #jawaanijaaneman . He plays her dad.. and this was shot on fathers day. Best of luck for beautiful new beginnings. ❤❤❤ pic.twitter.com/6oez34wRXQ
— Pooja Bedi (@poojabeditweets) 17 June 2019
જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા આલિયા બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.આ ફિલ્મનું નિર્દેશન નીતિન કક્ક્ડ કરી રહ્યા છે, આ એક રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ છે. જે દર્શકોને ખુબ પસંદમાં આવી શેક તેમ છે. ફિલ્મમાં અભિનેત્રી તબ્બુ પણ ખાસ કિરદારમાં જોવા મળશે. ફિલ્મ 29 નવેમ્બરના રોજ રિલીઝ થઇ શકે તેમ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks