જયારે સૈફે કરીના સાથે લિવ ઈનમાં રહેવા માટે બેબોની માતાને જોડે કરી વિનંતી, તે સાસુ જોડેથી મળ્યો હતો આવો જવાબ

જયારે સેફે કરીના કપૂર જોડે લિવ ઈન રહેવા માટે કરી સાસુ જોડે વાત, ત્યારે સાસુએ કહ્યું કંઈક આવું…

કરીના અને સૈફ અલી ખાન બોલિવૂડના સૌથી પ્રખ્યાત કપલ્સમાના એક છે. બંને સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તેમની તસવીરો શેર કરતા હોય છે.

તેમની લવ સ્ટોરી પણ બધાને ખબર જ છે. તે બંનેએ ફિલ્મ ‘એલઓસી કારગિલ’, ‘ઓમકાર’ અને ‘ટશન’માં સાથે કામ કર્યું હતું. ‘ટશન’ના સેટ પર બંનેને પ્રેમ થયો પછી લાંબા સમય સુધી એક બીજાને ડેટ કરતા હતા.

તેમના લગ્નના 8 વર્ષ થઇ ગયા છે. બંને 2 છોકરાના માતા-પિતા છે. લગ્ન પહેલા સૈફ બેબો સાથે લિવ ઈનમાં રહેવા માંગતા હતા. આ વાત સૈફે તેમની સાસુમા બબીતા કપૂર સાથે કરી હતી ત્યારે તેમની સાસુનું રિએક્શન કેવું હતું એ વાત બેબોએ કહી. કરીનાએ વર્ષ ૨૦૧૯માં હ્યૂમન્સ ઓફ બોમ્બે જોડે એક ખાસ વાતચીતમાં તે વાત શેર કરી હતી.

કરીનાએ કહ્યું કે સૈફની સાથે લિવ ઈનમાં રહેતા પહેલા માતાને બધી ખબર હોવી જોઈએ. એ જ વિચારીને બંનેએ તેમના રિલેશન વિશે બબીતા સાથે વાત કરી. સૈફે કહ્યું હતું કે અમે થોડા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છીએ.

તેને કહ્યું હતું કે તે 25 વર્ષનો નથી અને દરેક રાતે તેને ઘરે મુકવા જવાય નહિ. એટલા માટે હું મારી બાકીની જિંદગી કરીના જોડે જીવવા મંગુ છુ. અમે સાથે રહેવા માંગીએ છીએ.

કરીનાએ જણાવ્યુ કે મારી માતા ઘણી કુલ છે. તેમના માટે ખુબ સરળ હતુ. જયારે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે પણ તે બરોબર લાગ્યું. કરીનાએ તેની લવ લાઈફ વિશે કહ્યું કે હું અને સૈફ પહેલા પણ ઘણી વાર મળ્યા હતા

પરંતુ ‘ટશન’ના શૂટિંગ દરમ્યાન બધુ બદલાઈ ગયું હતુ. મને તેનો લુક ગમવા લાગ્યો હતો. તે મારા કરતા 10 વર્ષ મોટા છે અને પહેલા લગ્નના 2 બાળકો છે પણ મારા માટે તે ખાલી સૈફ હતો.

કરીનાએ તેની કારકિર્દીના સંઘર્ષ વિશે કહ્યું હતુ કે જયારે હું કારકિર્દી માટે સંઘર્ષ કરી હતી ત્યારે સૈફ હંમેશા મારી સાથે રહ્યા હતા. મેં ઘણી બધી ફિલ્મો કરી હતી પણ પછી 1 વર્ષ સુધી કામ કર્યું નહિ. મને લાગ્યું કે મારી કારકિર્દી પૂરી થઈ ગઈ છે.

ત્યારે સૈફે મને કહ્યું કે પોતાની જાતને ફરી એક વાર શોધું, તે પ્રેમ હતો. હું કમજોર થઇ રહી હતી અને સૈફ મારી સાથે ઉભા હતા.

Patel Meet