મનોરંજન

ચોથી વાર પિતા બનવા પર બોલ્યો સૈફ અલી ખાન,’અમારા વૃદ્ધ થતા પહેલા ઘરે આવી રહ્યું છે અન્ય એક નાનું મહેમાન

ચોથી વાર બાપ બનવા જઈ રહ્યો છે સૈફ, જાણો શું શું કહ્યું

તાજેતરમાં કરિના કપુર ખાન બીજી ગર્ભાવસ્થાને માણી રહી છે જ્યારે સૈફ ની વેબ સિરીઝ તાંડવ અમુક દિવસો પહેલા જ રિલીઝ થઇ છે, જે ખુબ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે અને લોકો તેના વિરોધમાં ઉતરી ગયા છે.

Image Source

સૈફ અલી ખાન ચોથી વાર પિતા બનવા જઈ રહ્યા છે એવામાં બાળકના જન્મ પહેલા જ સૈફ-કરીના પોતાના નવા ઘરમાં શિફ્ટ થઇ ગયા છે.એક ઇન્ટરવ્યૂમાં સૈફે ચોથી વાર પિતા બનવા પર ખુશી વ્યક્ત કરી હતી.

Image Source

સૈફે કહ્યું હતું કે,”ચોથી વાર પિતા બનવા પર હું ખુબ જ ઉત્સાહિત છું.મને બાળકો ખુબ જ પસંદ છે.મને ઘરમાં રહીને તેની ખુશી જોવી ખુબ જ પસંદ છે. મારા બે મોટા બાળકો છે, જેની સાથે પણ મારું અલગ જ રિલેશન છે.હવે તેઓ મેચ્યોર થઇ ગયા છે અને જીવનના એક અલગ જ પડાવ પર પહોંચી ચુક્યા છે. પણ મને ખુશી છે કે મારા વૃદ્ધ થતા પહેલા હું મારા ચોથા બાળકનું સ્વાગત કરીશ”.

Image Source

જણાવી દઈએ કે સૈફ પહેલી વાર વર્ષ 1995માં પિતા બન્યા હતા અને સારા અલી ખાનનો જન્મ થયો હતો. જો કે ત્યારે સૈફ અમૃતા સિંહના પતિ હતા. અને વર્ષ  2001માં ઈબ્રાહીમ ખાનનો જન્મ થયો હતો. અમૃતા સાથેના છૂટાછેડા પછી સૈફે કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા.

Image Source

વર્ષ 2016 માં કરીના અને સૈફના પહેલા દીકરા તૈમુરનો જન્મ થયો હતો. એવામાં વર્ષ 2021 માં બીજા બાળકની આવવાની ખુશી અને ઉત્સુક્તા સૈફ-કરીનામાં સ્પષ્ટ દેખાઈ રહી છે. બાળકના જન્મ પહેલા જ તેઓ નવા ઘરમાં શિફ્ટ થઇ ગયા છે. આ નવું ઘર તેના જુના ઘરની નજીક છે પણ તે જુના ઘર કરતા વધારે મોટું અને ખુબ શાનદાર છે.